તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રા.પંચાયતોની તા.27 ડિસે.ચૂંટણી: વડોદરાની 295, દાહોદની 375 બેઠક પર જામશે જંગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા: છેલ્લા એક મહિનાથી જેની કાગડોળે પ્રતીક્ષા કરાતી હતી તે ગ્રામ પંચાયતોની ચૂંટણીની જાહેરાત સોમવારે થતાં જ ગ્રામીણ વિસ્તારોમાં રાજકીય મોરચે ગરમાવો આવ્યો છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા ચૂંટણી કાર્યક્રમ મુજબ વડોદરા જિલ્લાની 295 ગ્રામ પંચાયતો અને છોટાઉદેપુર જિલ્લાની 241 ગ્રામ પંચાયતોની ચૂંટણી તા.27 ડિસેમ્બરે યોજાશે.
રાજકીય પક્ષોમાં ચૂંટણી ક્યારે આવશે? તે મુદ્દે જબરદસ્ત ઉત્સુક્તા પ્રવર્તતી હતી
વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાની કુલ-536 ગ્રામ પંચાયતોની 5 વર્ષની મુદત પૂરી થતાં ચૂંટણી માટેની કવાયત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાઇ હતી. બંને જિલ્લા પંચાયતો દ્વારા રાજ્ય ચૂંટણી પંચને 536 પંચાયોતની ચૂંટણી યોજવા માટેની દરખાસ્ત મોકલી અપાતાં ગમે ત્યારે ચૂંટણીના પડઘમ વાગે તેવી શક્યતા હતી.ગ્રામ પંચાયતોની ચૂંટણીની જાહેરાત દિવાળી પહેલાં જ થઇ જશે તેવી શક્યતાને લઇ રાજકીય પક્ષોમાં ચૂંટણી ક્યારે આવશે? તે મુદ્દે જબરદસ્ત ઉત્સુક્તા પ્રવર્તતી હતી. પરંતુ રાજ્ય ચૂંટણી પંચે દિવાળી પ‌ર્વના એક મહિના બાદ એટલે કે, સોમવાર તા.28 નવેમ્બરે રાજ્યની 10,318 થી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી આગામી તા.27 ડિસેમ્બરે યોજવા અંગેની જાહેરાત કરી છે.
ગ્રામીણ વિસ્તારોમાં ચૂંટણીલક્ષી ચહલપહલ શરૂ
ચૂંટણીની જાહેરાત સાથે જ ગ્રામીણ વિસ્તારોમાં ચૂંટણીલક્ષી ચહલપહલ શરૂ થઇ ગઇ છે. બીજી તરફ રાજ્યમાં સત્તાધારી ભાજપે આગામી વર્ષ 2017 માં યોજાનારી વિધાનસભાની ચૂંટણી અગાઉ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત સરપંચ અને તેમની પેનલ ચૂંટણી જીતે તે માટેના પ્રયાસો શરૂ કરી દીધા છે. ભાજપે આ માટે વડાપ્રધાનની સૂચનાથી પાકિસ્તાન સરહદ ઉપર લશ્કરના જવાનો દ્વારા કરાયેલી સર્જિકલ સ્ટ્રાઇક અને દેશમાં વ્યાપેલા કાળાનાણાંના દુષણને નાથવા રૂા.500-1000 ની નોટ રદ કરવાના લીધેલા પગલાંને પ્રચારનો મુદ્દો બનાવવાના ચક્રો ગતિમાન કર્યા છે.વિપક્ષ કોંગ્રેસે નોટબંધીને કારણે સામાન્ય જનતાને પડી રહેલી અગવડોને ચૂંટણી પ્રચારમાં ઉછાળી ભાજપને પરાજિત કરવાની રણનીતિ ગોઠવવાનું શરૂ કર્યું છે.
ગ્રામ પંચાયતોની ચૂંટણીનો કાર્યક્રમ
-ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ કરાશે : તા.5 ડિસેમ્બર
- ચૂંટણીના ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ : તા.10 ડિસેમ્બર
-ભરાયેલા ફોર્મ ચકાસણીની કાર્યવાહી : તા.12 ડિસેમ્બર
-ફોર્મ-ઉમેદવારી પરત લેવાનો છેલ્લો દિવસ : તા.14 ડિસેમ્બર
- મતદાનની તારીખ અને સમય : તા.27 ડિસેમ્બર-મંગળવાર, સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધી
-જરૂર પડે તો પુન: મતદાન : તા.15 ડિસેમ્બર
-મતગણતરી : તા.29 ડિસેમ્બર
છોટાઉદેપુર જિલ્લામાં કેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી થશે
તાલુકો કેટલી ગ્રા. પંચાયતોમાં
ચૂંટણી થશે

સંખેડા 39
નસવાડી 46
બોડેલી 55
કવાંટ 35
છોટાઉદેપુર 23
પાવીજેતપુર 43
કુલ 241
આગળની સ્લાઇડમાં વાંચો,ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં નોટબંધીની અસર વર્તાશે ...
અન્ય સમાચારો પણ છે...