તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જનરલ મોટર્સમાંથી ચોરેલી નોન સેલેબલ કાર સાથે ત્રિપુટી ઝડપાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા: હાલોલ સ્થિત જનરલ મોટર્સમાંથી નોન સેલેબલ 2 કાર પર કોન્ટ્રાક્ટરે ડુપ્લીકેટ નંબર પ્લેટ લગાવી ચોરી કર્યા બાદ મિત્રોને વેચી દીધી હતી. ચોરીની બંને કારના એન્જિન-ચેચીસ નંબર બદલી નાખી તેનો ટ્રાવેલ્સમાં ઉપયોગ કરતો હતો. એસઓજીની ટીમે ચોરીની બંને કાર ઉપરાંત કંડમ બે કાર સહિત 10 લાખનો મુદ્દામાલ કબજે કરી ત્રણેની ધરપકડ કરી હતી.
 
માંજલપુર મહાદેવ ફળિયામાં રહેતા  અશ્વિન ઉર્ફે રઘુ ભાયલાલ સોલંકી અને કલ્પેશ રાજુ સોલંકી ટ્રાવેલ્સનો વ્યવસાય કરે છે. બંને પાસે તવેરા કાર કંડમ હાલતમાં હોઇ હાલોલ સ્થિત જનરલ મોટર્સ કંપનીના કોન્ટ્રાક્ટર પરેશ ખોડા ગોહિલ ( રહે. અમી સોસાયટી સામે, જૂના પાદરા રોડ) સાથે ગોઠવણ કરી ટેસ્ટીંગવાળી કાર ખરીદી છે અને જૂની  તવેરા કારની નંબર પ્લેટ લગાવી ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા હોવાની માહિતી મળતાં એસઓજીના ઇનચાર્જ પીઆઇ એચ.એમ. વ્યાસ સહિતની ટીમે તપાસ કરી હતી. કોન્ટ્રાક્ટર સહિત ત્રણે જણ માંજલપુર સાંઇબાબાના ઓટલા પાસે બેઠા હોવાની જાણ થતાં પોલીસ ટીમે ત્રિપુટીને ઝડપી પાડ્યા હતાં.

પૂછતાછમાં અશ્વિન સોલંકી અને કલ્પેશ સોલંકી  જનરલ મોટર્સ નિર્મિત તવેરા કાર ધરાવતા હતાં. બંને કાર જુની થઇ ગઇ હતી તેમજ એન્જિન બેસી જતાં રૂા. 70 હજારથી એક લાખ સુધીનો ખર્ચ હતો. કાર કંડમ જેવી થઇ જતાં બંનેએ આઠ મહિના પહેલા જનરલ મોટર્સમાં કંડમ કારને તોડવાનો કોન્ટ્રાક્ટ ધરાવતા પરેશ ગોહિલનો સંપર્ક કર્યો હતો. પરેશ ગોહિલે 8 મહિના પહેલા તેને સ્ક્રેપમાં તોડવા માટે આવેલી ટેસ્ટીંગાળી નોન સેલેબર કાર પર ડુપ્લીકેટ નંબર પ્લેટ લગાવી કંપનીના જવાબદાર સિક્યુરિટીની નજર ચૂકવી લઇ ગયો હતો. ચોરીની બંને કાર પૈકી એક અશ્વિન સોલંકીને રૂા. 3.50 લાખ અને બીજી કલ્પેશને રૂા.3 લાખમાં વેચી હોવાની વિગતો  બહાર આવી હતી. એસઓજીએ રૂા.1,00,100ની કિંમતની ચોરીની તેમજ કંડમ થયેલી એમ 4 કાર કબજે કરી ત્રણેની ધરપકડ કરી હતી.

કેવી રીતે એન્જિન અને ચેસિસ નંબર બદલ્યા?
અશ્વિન અને કલ્પેશે કોન્ટ્રાક્ટર પરેશ ગોહિલ પાસેથી ખરીદેલી તવેરા કાર પર તેમની કંડમ થયેલી કારની એન્જિસ તેમજ ચેચીસ નંબર વાળી તકતીઓ કાઢી લગાવી હતી. અશ્વિન મિકેનીક હોવાથી તેણે જૂની ગાડીના ચેચીસ નંબર વાળો ભાગ ગ્રાઇન્ડર તેમજ કટર મશીનથી કટિંગ કરી ચોરીવાળી ખરીદેલી તવેરા કાર પર વેલ્ડીંગ કરી ચોંટાડી દીધો હતો. આ ઉપરાંત બંનેના રજિસ્ટ્રેશન નંબર વાળી નંબર પ્લેટો પણ આ ચોરીની તવેરા કાર પર લગાડી ટ્રાવેલ્સનો વ્યવસાય કરતાં હતાં.

ટેસ્ટિંગવાળી કારને યાર્ડમાં સ્ક્રેપ કરાય છે
જનરલ મોટર્સ કંપની દ્ધારા નિર્માણ કરવામાં આવતી કાર માર્કેટમાં ઉતારે તે અગાઉ ઉત્પાદિત કારનું ટેસ્ટીંગ કંપનીની પોલીસી મુજબ તમામ સ્તરે નિષ્ણાતો દ્ધારા કરે છે. ટેસ્ટ ડ્રાઇવમાં જતી ગાડીઓ કંપની નોન સેલેબલના ચલણ સાથે પરચેઝ ડિપાર્ટમેન્ટને આપે છે અને પરચેઝ તેમજ એન્જિનિયરીંગ ડિપાર્ટમેન્ટ દ્ધારા ટેસ્ટીંગ માટે ઉપયોગમાં લેવાયેલી કાર નોન સેલેબલ હોવાથી તેને સીધેસીધી કંપનીના યાર્ડમાં સ્ક્રેપ કરવામાં આવે છે.
અન્ય સમાચારો પણ છે...