તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા ફાયરીંગ: આખરે ગેંગસ્ટર સાગર રાજપૂતની ધરપકડ, હોસ્પિટલમાંથી કબજો મેળવ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા: નહેરુ ભુવન શુટ આઉટ મામલામાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગેંગસ્ટર સાગર રાજપુતની શનિવારે સાંજે સયાજી હોસ્પિટલમાંથી કબજો મેળવ્યો હતો. શુટઆઉટ બનાવ સમયે સાગર રાજપુત પણ ઘાયલ થતાં તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. ચાંપતા બંદોબસ્ત વચ્ચે હોસ્પિટલમાં સારવાર અપાયા બાદ શનિવારે સાંજે તબીબોએ સાગર રાજપુતને રજા આપતાં ક્રાઇમ બ્રાન્ચ હોસ્પિટલમાં પહોંચી હતી અને સાગરનો કબજો મેળવી મોડી રાત્રે તેની ધરપકડ કરાઇ હતી. વડોદરામાં સાગર રાજપુત કોના સંપર્કમાં હતો તથા તેણે હથિયાર કયાંથી મેળવ્યા હતા તે દિશામાં પોલીસે તપાસ શરુ કરી હતી.
ત્રણ દિવસની સારવાર અપાયા બાદ શનિવારે સાંજે સાગરને રજા અપાઇ હતી
શહેરના પોલોગ્રાઉન્ડ વિસ્તારમાં નહેરુ ભુવન પાછળ શુટઆઉટની ઘટના બની હતી.આ બનાવ અંગે સાગર રાજપુત સામે નવાપુરા પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધવામાં આવ્યો હતો.આ બનાવની તપાસ ક્રાઇમ બ્રાન્ચના એસીપીને સોંપવામાં આવી હતી.દરમિયાન બુધવારે રાત્રે બનેલી આ ઘટનામાં સાગર રાજપુતને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. ત્રણ દિવસની સારવાર અપાયા બાદ શનિવારે સાંજે સાગરને રજા અપાઇ હતી વડોદરા ક્રાઇમ બ્રાન્ચ તુરત જ શનિવારે સાંજે સયાજી હોસ્પિટલમાં પહોંચી હતી અને સાગર રાજપુતનો કબજો મેળવી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ક્રાઇમ બ્રાન્ચની ઓફિસમાં લાવ્યા હતા. સાગર રાજપુત પોતે મોબાઇલ ફોન રાખતો ના હોવાનું રટણ કરે છે છતાં પોલીસે તેના મોબાઇલ ફોન નંબરની તપાસ શરુ કરી છે અને તેના આધારે કોલ્સ ડિટેલ્સ પણ ચકાસાશે.
જિજ્ઞાસા પોલીસમાં ખોટી અરજી કરી પજવતી હતી : પ્રથમ પતિ
પત્નિ અને પુત્રને છોડી જિજ્ઞાસા ગેંગસ્ટર સાગર સાથે ભાગી જતાં જિજ્ઞાશાના પતિ ભાવેશે પોલીસ કમિશનરથી લઇને અનેક જગ્યાએ ન્યાય માટે રજૂઆત કરી હતી પરંતુ પોલીસ દ્વારા કોઇ જ કાર્યવાહી કરાઇ ન હતી. જિજ્ઞાશા પ્રેમી સાથે ભાગી ગયા બાદ પતિ ભાવેશ સામે પોલીસ સ્ટેશનમાં અરજીઓ કરતી હતી અને તે તમામ અરજીઓમાં પોલીસે ભાવેશનો જવાબ લીધો હતો અને એક વખત તેની અટકાયત પણ કરી હતી. જિજ્ઞાશા ફરી એક વખત સાગર સાથે ફરાર થઇ જતાં આખરે ભાવેશે પત્ની સાથે છૂટાછેડા મેળવવા માટે બે મહિના પહેલાં જ દાવો દાખલ કર્યો હતો. ભાવેશે જણાવ્યું હતું કે, જિજ્ઞાસાએ હું તને છૂટાછેડા તો નહીં જ આપું તેમ જણાવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો