તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા: શ્રીજી વિસર્જન માટે 22 પૈકી 8 તળાવમાં પૂરતું પાણી નથી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા: ગણેશજીની પ્રતિમાના વિસર્જન માટે શહેરનાં તળાવોમાં પાણી ભરવા અને ગત વર્ષની માફક કૃત્રિમ તળાવોનું આયોજન કરવા માટે કોંગ્રેસે મ્યુ.કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. સેવાસદન દ્વારા વિવિધ વિસ્તારોનાં તળાવોને ઊંડાં કરવાનું આયોજન હાથ પર લેવામાં આવ્યું છે. ગણેશવિસર્જનમાં શહેરના 22 તળાવોમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે છે પરંતુ ચાલુ વર્ષે ચોમાસામાં વરસાદ અપૂરતો થયો છે. અને તેના કારણે શહેરમાં આવલાં મોટા ભાગનાં તળાવો ખાલીખમ સ્થિતિમાં આવી ગયાં છે. જેના કારણે આ વર્ષે તો શ્રીજીની મોટી મૂર્તિઓનું વિસર્જન આવાં તળાવોમાં થઇ શકે નહીં તેવી કફોડી સ્થિતિ ઉભી થઇ છે.
જેથી, શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ અને સેવાસદનના વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ(ભથ્થુ)ની આગેવાનીમાં કોંગી આગેવાનોએ મ્યુ.કમિશનર સમક્ષ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, કલાપ્રિય અને ઉત્સવપ્રિય નગરીમાં અનેક ઉત્સવોની સાથોસાથ ગણેશ ઉત્સવ પણ ધામધૂમથી ઉજવાય છે. શહેરમાં હજારોની સંખ્યામાં ઘરે ઘરે, પોળોમાં, સોસાયટીઓમાં ભગવાન શ્રીગણેશજીની સ્થાપના કરવામાં આવે છે અને ત્યારબાદ વિવિધ તળાવોમાં વિસર્જન કરવામાં આવે છે. આગામી દિવસોમાં ગણેશવિસર્જન ચાલુ થશે પરંતુ વિવિધ તળાવોમાં હજુ પાણી ભરાયેલાં નથી.
સેવાસદન દ્વારા વિવિધ તળાવો ઊંડાં કરવામાં આવે છે પરંતુ આ વર્ષે ઓછા પ્રમાણમાં વરસાદ થયો હોવાથી તળાવો ખાલી છે અને તેના કારણે શ્રીજીની મોટી પ્રતિમાઓનું વિસર્જન કરી શકાશે નહીં તેવી ચિંતા વ્યક્ત કોંગી આગેવાનોએ કરી હતી. તેમણે ગણેશ વિસર્જન પહેલા શહેરમાં આવેલાં એવાં તળાવો કે જેમાં દર વર્ષે ગણપતિનું વિસર્જન કરવામાં આવે છે તેવાં મહાદેવ તળાવ, તરસાલી તળાવ, મકરપુરા તળાવ, હરણી તળાવ, સિદ્ધનાથ તળાવ, બાપોદ તળાવ અને કમલાનગર તળાવ સહિતનાં તળાવોમાં પાણી ભરાય તેવી વ્યવસ્થા કરવા માગણી કરવામાં આવી હતી. તેમજ ગત વર્ષની જેમ કૃત્રિમ તળાવ બનાવવા તેમજ તમામ તળાવો ખાતે લાઇટિંગ, તરાપા, ક્રેઇન અને તરવૈયાની વ્યવસ્થા કરવાની માંગ કરી મ્યુ.કમિ.ને આવેદનપત્ર સુપરત કર્યું હતું.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો