વડોદરા: રોયલ જૂથ અને રિવાઇવલ જૂથ વચ્ચે સેન્ડવીચ બની ગયેલા બરોડા ક્રિકેટ એસોસીયેશન સામે એક નવો પડકાર ઉભો થયો છે,કારણકે બીસીએના સભ્યપદથી વંચિત પ્રથમ કક્ષાના પૂર્વ ક્રિકેટરોએ મેમ્બરશીપ મેળવવા માટે ગાંધીગીરી કરવાનો નિર્ણય કર્યો છે.જેના ભાગ રુપે બીસીએના સતાધીશોને રોજ એક પોસ્ટકાર્ડ લખવામાં આવશે.
બીસીએમાં સભ્યપદ મેળવવાની માંગ બુલંદ બનાવવા મંગળવારે 25 જેટલા પ્રથમ કક્ષાના પૂર્વ ક્રિકેટરો મોતીબાગ ખાતે ભેગા થયા હતા. બેઠકમાં આ પૂર્વ ક્રિકેટરોએ મત વ્યકત કર્યો હતો કે બીસીએમાં ક્રિકેટરોના સમાવેશથી ક્રિકેટની રમતને ફાયદો થશે કારણકે હાલ બીસીએનો સિનારીયો બરાબર દેખાતો નથી.એસોસિએશન કેટલાક લોકોના હાથનું રમકડુ બની ગયું છે. જેનો મનસ્વીપણે વહીવટ થઇ રહ્યો છે. ગણ્યાગાંઠયા લોકો સત્તા ટકાવી રાખવા માટે વર્ષોથી મેમ્બરશીપ ઓપન કરતા નથી. 124 જેટલી પ્રથમ કક્ષાની મેચો રમનાર કોનરાડ વીલીયમ્સને પણ બીસીએ દ્વારા હટાવી દેવાયા છે. તેણે જણાવ્યું હતુ કે` વડોદરા વતી પ્રથમ કક્ષાનુે ક્રિકેટ રમનાર 100 જેટલા ક્રિકેટરો બીસીએના સભ્યો નથી.
આ અંગે વધુ વાંચવા આગળ ક્લિક કરો...