• Gujarati News
  • National
  • Facebook Friends Pretext Of Marrying Doing One Year Rape On Girls In Vadodara Latest News

ફેસબુક પર પરિચય બાદ લગ્નની લાલચ આપી યુવતી સાથે 1 વર્ષ દુષ્કર્મ આચર્યું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરનો પ્રતિકારાત્મક ઉપયોગ)
-વાઘોડિયા રોડનાં યુવાન સામે પાણીગેટ પોલીસમાં ફરિયાદ
વડોદરા:એક વર્ષ પહેલા ફેસબુક ઉપર બંધાયેલા પ્રણય સંબંધોમાં યુવતીને લગ્ન કરવાનો ભરોસો આપી શારીરિક કરાયેલા શોષણ બાદ લગ્ન કરવાની ના પાડી દેતા યુવતીએ વાઘોડિયા રોડનાં યુવાન સામે પાણીગેટ પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જયારે તેના માતા-પિતા સામે જાનથી ધીમકી આપવાનો ગુનો નોંધાવ્યો હતો.
નાંલદા સોસાયટીમાં રહેતા સુપ્રિત મિતેશભાઇ પટેલનો ફેસબુક ઉપર એક વર્ષ પહેલા વાઘોડીયા રોડની એક સોસાયટીમાં રહેતી યુવતી સાથે પરીચય થયો હતો. બન્ને વચ્ચે મિત્રતા બાદ પ્રેસ સંબંધ બંધાયો હતો. યુવતી સુપ્રિતનાં ઘરે આવતી જતી થઇ ગઇ હતી. સુપ્રિતનાં પિતા મિતેશભાઇ અને માતા ભાવનાબેને પણ બન્નેનાં સંબંધને સ્વિકારી લીધો હતો. એક વર્ષ દરમિયાન યુવતી સાથે સુપ્રિતે કેટલીય વખત શારીરિક સંબંધ બાંધ્યો હતો.
યુવાનનાં માતા-પિતાએ બન્નેના લગ્ન માટે સમતી દર્શાવતા યુવતી તેમના ઘરે આવતી જતી અને સુપ્રિત સાથે બહાર પણ ફરવા જતી હતી. તેના પિતાએ યુવતી અને સુપ્રિતને રૂ. 2000 આપી બહાર ફરવા જવાનું કહેતા નવસારી ખાતે બે દિવસ એક હોટલમાં તેઓએ રોકાણ પણ કર્યુ હતું. જેમાં યુવાને યુવતીનું નામ ખોટુ લખાવ્યું હતું.
દરમિયાન સુપ્રિતે યુવતી સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી અને તેના માતા-પિતાએ યુવતીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આખરે યુવતીએ પાણીગેટ પોલીસ મથકે સુપ્રિત સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. વધુ તપાસ એસ.ટી.એસ.સી.સેલનાં એસીપી મેઘા તેવર ચલાવી રહ્યાં છે.
અન્ય સમાચારો પણ છે...