તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા: ગાયોને રખડતી મૂકનારા પાસેથી દૂધ ન લેવા મૃતકના પરિવારની અપીલ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા: શહેરમાં રખડતી ગાયો નિર્દોષ નાગરિકોનો ભોગ લે છે. જન્માષ્ટમીને પગલે સેવાસદન દ્વારા અંદાજે 15 દિવસ ગાયો પકડવાનું બંધ કરતાં પરિસ્થિતિ વકરી હતી. રખડતા ઢોરોના માલિકો સામે કાર્યવાહી અંગે કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી. જેથી નાગરિકોએ સ્વયં આ અંગે ચળવળ શરૂ કરી આવા લોકો પાસેથી તેમનાં પશુનું દૂધ અને ધી ખરીદવાનું બંધ કરવાની અપીલ મૃતક સોહમ ઠાકોરના પરિવારે કરી છે.
ઘટનાને એક સપ્તાહ થવા છતાં કોઈ કાર્યવાહી નહીં
શહેરના સુભાનપુરા સ્લમ ક્વાર્ટર્સમાં રહેતા યુવાન સોહમ્ ઠાકોરનો ગણેશ ચતુર્થી પૂર્વે રાત્રે વડીવાડી પાસે બાઇક પર નાસ્તો કરવા જતી વખતે ગાય વચ્ચે આવતાં અકસ્માત થયો હતો. આ ઘટનામાં યુવાન અને સગર્ભા ગાયનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને એક સપ્તાહ થવા આવશે. છતાં સેવાસદન દ્વારા કોઇ નીતિ વિષયક નિર્ણય લેવામાં આવ્યો નથી. મૃતકના પરિવાર સાથે સ્થાનિક લોકોએ પણ ગાયોના ત્રાસ અંગે વ્યથા ઠાલવી હતી. મૃતક સોહમ્ ઠાકોરનાં પત્ની અને બાળકી સહિત સ્થાનિક મહિલાઓએ ગાયોને છૂટી મુકનારા લોકો દ્વારા વેચાતું દૂધ લેવાનું બંધ કરવા શહેરના નાગરિકોને અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જો આપણાં બાળકોના અને સ્વજનોના જીવ માલિકો દ્વારા છૂટા મૂકાતા પશુઓ લેતા હોય તેમનું દૂધ ખરીદી તેમને આજીવિકા આપવી યોગ્ય નથી.
આગળની સ્લાઇડમાં વાચો ઢોરોના માલિકોને દૂધના પરવાના અપાતા નથી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો