ડભોઈના આધેડની USAમાં ક્રૂર હત્યા, પુત્રએ જ ગોળી મારી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા: વડોદરા નજીક આવેલ ડભોઇ નગરમાં સેવાભાવી દાતા તરીકે ઓળખાતા સ્વ આઇ.ટી. શેઠનાં કુટુંબનાં એક નવ યુવાન પુત્રનું અમેરિકાનાં ન્યુજર્સીનાં પાર્લીન ટાઉન ખાતે ચાર દિવસ અગાઉ સવારમાં ત્યાં નાં 6 કલાકે જ તેઓનાં ઘરમાં ગુસી જઇ ને ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ બાબતે અમેરિકન પોલીસે ગણત્રીનાં કલાકો માં જ આ હત્યા પરનો પડદો ઉઠાવી લીધો હતો. જેમાં પિતાનો હત્યારો તેઓનો મોટો પુત્ર વિશાલ હોવાનું બહાર આવતાં પોલીસે તેને ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથઘરી જેલ ભેગો કર્યો છે.
1992થી પ્રદિપ શેઠ અમેરિકામાં રહેતા હતાં
ડભોઇ નગરનાં ઝારોલાવાગા ખાતે આવેલી શેઠ ખડકીમાં રહેતાં સમગ્ર શેઠ પરિવાર માં મુખ્ય 4 ભાઇઓ છે જેમાં સ્વ ઇન્દ્રવદન ભાઇ શેઠ, જયંતિલાલ શેઠ, કનુભાઇ શેઠ તથા વલ્લભભાઇ,ટી,શેઠ જેઓનો ભોગબનનાર પુત્ર પ્રદિપ વી શેઠ જે 1992 થી અમેરિકાની ન્યુજર્સી નાં પાર્લીન ટાઉન ખાતે પોતાનાં કુટુંબ કબીલા સાથે રહેતાં હતાં. હાલ છેલ્લા કેટલાક સમય થી તેઓ તેઓનાં ઘર થી કલાક ની દુરી પર આવેલા એક સ્ટોર પર ફરજ બજાવતાં હતાં તેઓની હત્યાબાદ આજ થી 5 માસ અગાઉ જે સ્ટોર પર તેઓ ફરજ બજાવતા હતાં.
પહેલા પણ પ્રદિપ શેઠ પર થયા હતા હુમલા
કાળીયા મેકસીકનો ની એક ટોળકી દ્વારા ધોળા દિવસે બંદુકની અણી પર લુંટ કરવામાં આવી હતી તે સમયે આ પ્રદિપ શાહ પોતાનો જીવ બચાવી તેઓની ચુંગલ માંથી ભાગી જવામાં સફળ થયાં હતાં.આ કાળીયાઓ એ આ અદાવત રાખી હોય તેઓ પર છેલ્લા ચાર માસ માં વારંવાર આ લોકો દ્વારા ફાયરીંગ સાથે હુમલા થયાં હતાં. જેમાં બે વાર તેઓ જે સ્ટોર ફરજ બજાવતાં હતાં ત્યાં જ અને અગાઉ એકવાર તેઓનાં ઘરમાં જ કાળીયાઓ એ હુમલો કર્યો હતો જે સમયે તેઓની નજર પડતાં જ ડાયનિંગ ટેબલ નીચે બેસી જતાં આબાદ બચાવ થયો હતો.
આગળની સ્લાઇડ્સમાં વાંચો કેમ ગુજરાતી યુવકે પિતાની કરી હત્યા?
અન્ય સમાચારો પણ છે...