વડોદરા: શહેર નજીક આવેલા વિરોદ ગામે વિશ્વામિત્રી નદીમાં પાણી પીવા ગયેલી મહિલા પર મગરે હુમલો કરી પગ પકડીને પાણીમાં ખેચી જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાં હાજર તેની કાકાની દીકરીએ મગરના મોઢામાંથી પોતાની બહેનને બચાવી સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડી હતી. મહિલાને મગરના મોઢામાંથી બચાવવા તેની બહેને મગર સાથે દિલધડક જંગ ખેલ્યો હતો.
મહિલા ઉપર મગરે હુમલો કર્યો
વિરોદ નવી નગરી ખાતે રહેતા વિદ્યાબેન રાઠોડીયા લાકડા કાપવા સીમમાં ગયા હતા. તેમની સાથે તેમની કાકાની દીકરી સુધાબેન મુકેશભાઇ રાઠોડીયા પણ હતા. પોતાની પાસેનું પીવાનું પાણી ખાલી થઇ જતાં વિદ્યાબેન નજીકમાં આવેલી વિશ્વામિત્રી નદીમાં પાણી પીવા માટે નીચે ઉતર્યાં હતાં. જ્યારે તેમની બહેન નદીના ભાઠા ઉપર હતી. આ સમયે નદીમાંથી મગરે અચાનક વિદ્યાબહેન પર હુમલો કરી તેમના પગે બચકું ભરી નદીમાં ખેંચવાનો પ્રયાસ કરતાં તેમણે બૂમાબૂમ કરી હતી. નજીકમાં ઉભેલી તેમની બહેન દ્વારા નદીમાં ઝંપલાવી પોતાની પાસેની લાકડીથી મગરને માર મારી બહેનનો પગ છોડાવ્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલાં વિદ્યાબહેનને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.
નજીકમાં કોઇ નહોતું પરંતુ મેં હિમ્મતથી બહેનને બચાવી...વાંચવા માટે ફોટો બદલો...