તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંખેડા: કઠોલી પાસેની કેનાલમાં 10 ફૂટ જેટલું ભંગાણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સંખેડા: સંખેડા તાલુકાના કઠોલી ગામ પાસે નર્મદાની વાસણ માઇનોર કેનાલમાં દશ ફૂટ જેટલું ભંગાણ થતાં હજારો લિટર પાણી નકામું વેડફાઇ રહ્યું છે. છેલ્લા સત્તર વરસથી સિંચાઇના પાણીની ગંભીર સમસ્યા હોવા છતાં પણ નર્મદાના સત્તાધીશો દ્વારા કોઇ જ કાર્યવાહી નહીં કરાતાં ત્રણ ગામની સીમની આશરે 250 થી 300 એકર જમીનને સિંચાઇનો લાભ મળતો નથી.


3 ગામની સીમની 250 થી 300 એકર જમીનને સિંચાઇનો લાભ મળતો નથી


સંખેડા તાલુકાના દૂધપુર, ચાંદપુર અને વાસણ ગામમાં નર્મદાની વાસણ માઇનોર કેનાલ મારફતે પાણી પહોંચાડવા માટેની કેનાલો બનેલી છે. પણ તંત્રની ગંભીર બેદરકારીના કારણે આજે સત્તર વરસ થવા છતાં આ વિસ્તારના ખેડૂતોને સિંચાઇ માટેનું પાણી મળતું નથી. ત્યારે નર્મદાના અધિકારીઓ કોઇ જ કાર્યવાહી કરતા નથી.


વાસણ માઇનોર કેનાલમાં કઠોલી પાસે જ દશેક ફૂટનું ભંગાણ થયેલું છે. આ ભંગાણથી અહિયાથી રોજનું કેટલુંય પાણી નકામું વહી જાય છે. આ કેનાલનીં સફાઇ પણ થતી નથી. જેના કારણે તેમાં ઝાડીઓ ઉગી છે. આ સિવાય ઉંડા કોતર પાસે પણ કેનાલ પણ નથી. જેથી આગળના ગામો સુધી પાણી પહોંચતું જ નથી. અહીંના ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે ઠેઠ સૌરાષ્ટ્ર સુધી નર્મદાની કેનાલ મારફતે નર્મદાનું પાણી પહોંચે છે. પણ 50 થી 60 કિમી દૂર પાણી મળતું નથી.

અન્ય સમાચારો પણ છે...