તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા: શ્રીજી દર્શન માટે મુખ્યમંત્રી રૂપાણી પધારશે, વહીવટી તંત્રમાં ધમધમાટ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા: વડોદરા શહેરમાં સતત 116 મા વર્ષે ગણેશોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી થઇ રહી છે. સોમવારથી 11 દિવસ માટે શહેરી જનો શ્રીજીની ભક્તિમાં લીન બનવા સાથે શહેર ગણેશમય બન્યું છે. આ દરમિયાન શનિવાર તા.10 સપ્ટેમ્બરના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી શ્રીજી દર્શન માટે શહેરની મુલાકાતે આવી રહ્યા હોઇ વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્રમાં ધમધમાટ જોવા મળ્યો છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારથી દર્શનાર્થે આવવાની પરંપરા રહી છે. સીએમ રૂપાણી 10 સ્થળે શ્રીજીનાં દર્શન કરશે.
કયા સ્થળે કેટલા વાગે CM દર્શન કરશે

- છાણી ગામ યુવક મંડળ, છાણી :- સાંજે 6.30 કલાક
- ભાગ્યોદય યુવક મંડળ, ગોરવા :- સાંજે 7.00 કલાક
- જનકપુરી યુવક મંડળ, માંજલપુર :- રાત્રે 8.30 કલાક
- મનમોહન યુવક મંડળ, માંજલપુર :-રાત્રે 8.45 કલાક
- રાજમહેલ રોડ :- રાત્રે 9.00
- સત્યમ્-શિવમ્-સુંદરમ્, ફાયર બ્રિગેડ :- રાત્રે 9.30 કલાક
- શામળબેચરની પોળ, એમ.જી.રોડ :- રાત્રે 9.40 કલાક
- સૂર્યનગર યુવક મંડળ, 10.10
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો