તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરા: કમાટીબાગ ઝૂનું રિ-ડેવલપમેન્ટ, પાંજરા સહિતની ડીઝાઇન બદલાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા: મહારાજા સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા)ની ભેટ સમા 137 વર્ષ જૂના પ્રાણી સંગ્રહાલયની ડિઝાઇનની કાયાકલ્પ કરવાની દિશામાં સેવાસદને કવાયત હાથ ધરી છે. આ કામગીરી માટે સેવાસદને કન્સલ્ટન્ટ નિમવા માટે ઓફર મંગાવી છે. આ કન્સલ્ટન્ટ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી પાસેથી મંજૂરી મેળવવા સહિતની જવાબદારી નિભાવશે.
વર્ષ 1879માં સયાજીરાવે શરૂ કરાવ્યું હતું ઝૂ
આધુનિક વડોદરાના સ્વપ્નદ્રષ્ટા કૈ.શ્રીમંત સયાજીરાવ ગાયકવાડે તા.8 જાન્યુઆરી,1879ના રોજ હાલના ઝૂનું લોકાર્પણ કર્યું હતું. કમાટીબાગમાં આવેલા ઝૂમાં હાલમાં વિવિધ 89 પ્રજાતિનાં કુલ 874 પ્રાણીનો સમાવેશ કરવામાં આવેલો છે. વિશ્વામિત્રી નદીના કિનારે સાનુકૂળ નૈસર્ગિક વાતાવરણમાં આવેલા આ ઝૂની દર વર્ષે 20 લાખ મુલાકાતીઓ મુલાકાત લે છે.

સહેલાણીઓ પશુપંખીઓ સરળતાથી નિહાળી શકશે

1992માં સેન્ટ્રલ ઝૂ ઓથિરિટીની રચના કરવામાં આવી હતી અને તેના આધારે વડોદરાના ઝૂને મીડિયમ સાઇઝ તરીકે રેન્કિંગ આપવામાં આવેલું છે. 45 એકરમાં પથરાયેલા આ ઝૂમાં પક્ષી,પશુ,પ્રાણીઓને વર્ષોજૂનાં પીંજરાંમાં રખાયા છે. આ પિંજરાંની ડિઝાઇન હવે બદલવાની તાતી જરૂરિયાત દર્શાવવામાં આવેલી છે. ખાસ કરીને, સહેલાણીઓને આ પશુપંખીઓ સરળતાથી નિહાળી શકવાની સવલતની સાથોસાથ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના નીતિનિયમોનું પાલન કરવામાં સરળતા રહે તે માટે સેવાસદને પ્રથમ વખત ઝૂના રિડેવલપમેન્ટની દિશામાં પગલું ભર્યું છે.

વધુ વિગતો વાંચો આગળની સ્લાઈડ્સમાં.......
અન્ય સમાચારો પણ છે...