તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આતંકી હુમલાને પગલે વડોદરાના યાત્રાળુઓની બસ પહેલગાંવમાં અટવાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા: સોમવારે રાત્રે અમરનાથ યાત્રા પર થયેલા આતંકી હુમલાના કારણે અમરનાથ યાત્રાએ ગયેલા વડોદરાના શ્રધ્ધાળુઓમાં ફફળાય જોવા મળ્યો હતો. સાથે સાથે અમરનાથ યાત્રાએ ગયેલા શ્રધ્ધાળુઓના પરિવારજનોમાં પણ ચિંતા જોવા મળી હતી. આતંકી હુમલાના મૃતકોમાં વડોદરાના કોઈ ન હોવાનું જાણવા મળ્યું હતું. જોકે વડોદરાની 9 જેટલી બસો હાલમાં અમરનાથ યાત્રામાં હોવાની માહિતી સાંપડી છે. પહેલગામ ખાતે એક બસ ફસાઇ હોવાનું પણ ટૂર સંચાલકે જણાવ્યું હતું.
 
ચિંતાતુર પરિવારજનોએ ફોન રણકાવ્યા

સોમવાર 10 જુલાઈ રાત્રે અમરનાથ યાત્રાએ જઈ રહેલી બસ પર હુમલો થયો હતો. આ બસ ગુજરાતની હોવાની વાતથી વડોદરામાં ઉત્તેજના વ્યાપી હતી. રાત્રે શહેરના ટ્રાવેલ એજન્ટો દોડતા થઈ ગયા હતાં. અમરનાથના યાત્રિકો માટે કેમ્પ ચલાવી રહેલા મિલિન્દ વૈદ્યે જણઆવ્યું હતું કે, જે સ્થળે હુમલો થયો છે. ત્યાંથી અમારો કેમ્પ આશરે 70-75 કિમી દૂર છે. કેમ્પ નજીકના વિસ્તારમાં વડોદરાના લોકો સુરક્ષિત હોવાનું પણ જણાવ્યું હતું. પરંતુ, અમરનાથ યાત્રા પર હુમલાના પગલે વડોદરાથી ગયેલા યાત્રિકોમાં ફફળાટ વ્યાપી ગયો હતો.  અમરનાથ યાત્રાએ વડોદરાના ગયેલા શ્રધ્ધાળુઓના પરિવારજનોમાં અહિં ચિંતાની લાગણી જોવા મળી હતી. હુમલાના મૃતકો અને ઈજાગ્રસ્તો વડોદરાના હોવાની માહિતી વહેતી થતાં લોકોમાં ચિંતા અને ભય જોવા મળ્યા હતાં.
 
ટ્રાવેલ્સ એજન્ટોને રાતે ઉજાગરા કરવા પડયા
 
મોડી રાત્રે વડોદરાના ટ્રાવેલ્સ સંચાલકોએ અમરનાથ સંપર્કો  સાધવાનું શરૂ કર્યું હતું. અમરનાથયાત્રાની વાતો વહેતી થતાં જ ઉત્તેજના વ્યાપેલી જોવા મળી હતી. જો કે, રાત્રીના 11 વાગ્યા સુધીમાં મૃતકો કે ઈજાગ્રસ્તોમાં વડોદરાના કોઈ નહિં હોવાનું જાણવા મળ્યું હતું. વર્ષોથી અમરનાથ યાત્રાએ ટૂર ઓપરેટ કરતા ચીરાગ ટ્રાવેલ્સના સંચાલક ચીરાગ પટેલે જણાવ્યુ હતું કે પહેલગાવમાં પાર્કિંગમાં એક બસ વડોદરાની ફસાયેલી છે મારી ત્યાં વાત થઇ છે હૂમલાના પગલે યાત્રીઓમાં દેહશતનો માહોલ છે અને તેમના સ્વજનોના ફોન સતત આવી રહ્યા છે. હાલમાં ત્યાં ઇન્ટરનેટ સેવા પણ બંધ થઇ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. પહેલગાવ ઉપરાંત વડોદરાની 8 જેટલી બસો અંનતનાગ ક્રોસ કરીને આગળ નીકળી ચૂકી હોવાની માહિતી મળી છે જેથી તેના તમામ મુસાફરો સલામત હોવાના સંદેશો મળ્યો છે. વડોદરાથી ટ્રેન દ્વારા પણ 51 જેટલા યાત્રીઓ અમરનાથ યાત્રાએ ગયા છે જે તમામ યાત્રીઓ હાલમાં વૈષ્ણવદેવીમાં હોવાના સમાચાર મળ્યા છે આ યાત્રીઓની અમરનાથ યાત્રા પૂરી થઇ ચૂકી હોવાનો સંદેશો પણ મળ્યો છે.
 
ટૂર ટ્રાવેલ્સ સંચાલકોએ હુમલાને વખોડી કાઢ્યો

વડોદરાના ટૂર ટ્રવેલ્સ સંચાલકોએ અમરનાથ યાત્રાએ ગયેલા ગુજરાતના પ્રવાસીઓ પર થયેલા અાતંકવાદી હુમલાના વખોડી કાઢ્યો હતો. ગુજરાતમાંથી સૌથી વધુ યાત્રીઓ અમરનાથ યાત્રા માટે જતાં હોય છે. ત્યારે સલામતી વ્યવસ્થા વધુ ચુસ્ત બનાવવાની માંગણી બુલંદ બની છે.
અન્ય સમાચારો પણ છે...