તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શાકભાજી મોંઘા થતાં ગૃહિણીઓના બજેટ ખોરવાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંખેડા: ચોમાસા દરમિયાન સંખેડા પંથકમાં શાકભાજીના ભાવો આસમાને પહોંચતા ગૃહીણીઓના બજેટ ખોરવાયા છે. ટામેટાના 80 થી 100 રૂપિયે કિલોના ભાવે પહોંચ્યા છે.નાસીક બાજુથી શાકભાજીની આવક ઘટી અને સ્થાનિક શાકભાજીની આવક ઓછી હોઇ ભાવો ઉંચકાયા છે. હાલમાં ચાલી રહેલા ચોમાસા દરમિયાન શાકભાજીના ભાવોમાં નોંધપાત્ર વધારો થયો છે.જેના કારણે સામાન્ય માણસોનું માસીક બજેટ ખોરવાઇ ગયું છે.સંખેડાના બજારમાં આમ તો તમામ પ્રકારના શાકભાજી મળે છે.પણ દરેક શાકના ભાવો આસમાને પહોંચ્યા છે.સંખેડાના શાકભાજીના વેપારીઓના જણાવ્યાનુસાર હાલમાં માત્ર નાસીક તરફથી આવતા શાકભાજી ઉપર જ આ વિસ્તારના બજારો નભી રહ્યા છે.બીજી તરફ સ્થાનિક કક્ષાએથી હજી શાકભાજીની આવક શરૂ થઇ નથી.જેના કારણે શાકભાજીના ભાવો વધ્યા છે. શાકભાજીના ભાવોમાં વધારો થવાના કારણે ઘરની ગૃહીણીના બજેટ પણ ખોરવાઇ ગયા છે.દાળશાકમાં સૌથી વધારે વપરાતા ટામેટાના ભાવોમાં સૌથી વધુ વધારો નોંધાયો છે.હાલમાં ટામેટાના ભાવો 80 થી 100 રૂપિયે કિલોના પહોંચ્યા છે.
અન્ય સમાચારો પણ છે...