પ્રજ્ઞાચક્ષુ ફિઝિયોથેરાપીસ્ટ જમનાબાઈ હોસ્પિટલમાં ફરજ બજાવે છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા: વડોદરા આરોગ્ય ક્ષેત્રે ફરજ બજાવતા માત્ર ચાર પ્રજ્ઞાચક્ષુઓ પૈકી એક ફિઝિયોથેરાપિસ્ટ જમનાબાઇ હોસ્પિટલમાં ફરજ બજાવે છે. છેલ્લાં 6 વર્ષથી અને ફરજ બજાવતા 
ડો.પી.જી. રામાણી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક મુખ્યમંત્રીને સારવાર આપી ચૂક્યા છે. જો કે 1990 બાદ આરોગ્ય ક્ષેત્રે પ્રજ્ઞાચક્ષુને લેવાનું બંધ કરવામાં આવ્યું છે. સામાન્ય સંજોગોમાં દિવ્યાગોને અન્ય લોકોની સેવા અને તબીબી સારવારની જરૂર હોય છે તેમ માનવામાં આવે છે. પરંતુ ‘મન હોય તો માળવે જવાય’ તે કહેવતને સાર્થક કરી હોઇકોર્ટના હુકમ બાદ દિવ્યાંગો દ્વારા રાજ્યમાં ફિઝિયોથેરાપીની સારવાર માટે સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવ્યા છે. 

1990 બાદ આરોગ્ય ક્ષેત્રે પ્રજ્ઞાચક્ષુને લેવાનું બંધ કરાયું
 
1990માં ચિમનભાઇ સરકાર દ્વારા ચાર દિવ્યાંગોને સરકારી નોકરી પર લેવામાં આવ્યા હતા. જેઓ મહેસાણા, ભરૂચ, નવસારી અને વડોદરા ખાતે ફરજ બજાવે છે. અંદાજે 25 વર્ષની નોકરી પૂરી કરી ચૂકેલા ડો. રામાણી રાજકોટ, અમરેલી, ગાંધીનગર ફરજ બજાવી ચૂક્યા છે. ફિઝિયોથેરાપિસ્ટ તરીકે તેમને દર્દીના અંગને સ્પર્શ કરવો પડે છે. દર્દીમાં મહિલાઓ પણ સામેલ હોય છે.ત્યારે ડો. રામાણી કહે છે કે આજ સુધી એક પણ મહિલાને અણછાજતો સ્પર્શ તેમનાથી થયો નથી. આ સાથે તમનેે મહિલા દર્દીઓએ લખી આપેલાં પ્રશસ્તિપત્રો પણ દર્શાવે છે. 

PM  નરેન્દ્ર મોદીને સારવાર આપી હતી

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા સમયે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને કમરમાં દુખાવો થતાં તેઓ સારવાર આપવા તેમના બંગલે જતા હતા. આ સિવાય તેમણે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, આઇ.કે. જાડેજા અને વજુભાઇ વાળાને સારવાર આપી ચૂક્યા છે.

ભાજપ સરકાર દ્વારા  આરોગ્ય ક્ષેત્રે પ્રજ્ઞાચક્ષુને લેવાનું બંધ કરવામાં આવ્યું

ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા આરોગ્ય ક્ષેત્રે પ્રજ્ઞાચક્ષુને સરકારી નોકરીમાં લેવાનુ બંધ કરવામાં આવ્યું છે. એક બાજુ ભાજપ સરકાર  દિવ્યાંગો માટે અનેક યોજનાઓ બનાવી તેમને પ્રોત્સાહન આપે છે. ત્યારે સરકારી નોકરીમાં તેમની ઉપેક્ષા એ દુ:ખદ બાબત હોવાનું ડો. રામાણીએ જણાવ્યું હતું. રાજ્યમાં અંદાજે 150 જેટલા દિવ્યાંગ ફિઝિયોથેરાપિસ્ટ ખાનગી ક્ષેત્રે ફરજ બજાવે છે.
અન્ય સમાચારો પણ છે...