તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા: પોલીસ પર માથાભારે ટોળકીનો હુમલો, 4ની ધરપકડ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા: ગોત્રી વાસણા રોડ પર રસ્તે રખડતી ગાયોને પકડવા માટે ગયેલી પોલીસની ટીમ પર ભરવાડોની ટોળકીએ હુમલો કર્યો હતો. પોલીસે સ્થળ પરથી 4 શખ્સોને ઝડપી પાડ્યા ગુનાઇત મનુષ્યવધ કરવાની કોશિશ સહિતનો ગુનો નોંધ્યો હતો. પોલીસે અન્ય 9 ની ઓળખ કરી ફરાર 7 શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
કોર્પોરેશનની ઢોર પાર્ટીનો સ્ટાફ ગુરુવારે રસ્તે રખડતી ગાયોને પકડવા માટે ગોત્રી વાસણા રોડ પર નીકળ્યાે હતાે. ગોત્રી પોલીસની ટીમ પણ તેમની સાથે હતી. સવારે 11:35 વાગ્યાના સુમારે ગેરી લેબોરેટરી સામે પસાર થઇ રહ્યા હતા ત્યારે 20 જેટલા પશુપાલકોની ટોળકી ધસી ગઇ હતી. દોરી, લાકડીના ઇશારા અને વ્હીસલ મારીને રાહદારીઓના જાન જોખમમાં મૂકાય તે રીતે ઢોરોને દોડાવ્યા હતાં.
ગોત્રી પોલીસ સ્ટેશનના વલ્લભભાઇ ત્રિકમભાઇ, હેડ કોન્સ્ટેબલ સાબીરહુસેન, પોલીસ કોનસ્ટેબલ મયુરસિંહ, વિક્રમસિંહ, લોકરક્ષક દળના રાજેન્દ્રસિંહ સહિતનાએ અટકાવતા પશુપાલકોના ટોળાએ ઝપાઝપી કરી અમારા વચ્ચેથી હટી જાવ, અમારા ઢોરો જો પકડ્યા છે તો આજે જોવા જેવી થઇ જશે તેમ કહી પોલીસ કર્મચારીઓ પર લાકડી વડે હુમલો કર્યો હતો. એટલું જ નહિ મારો મારો કરી બૂમો પાડતા નાસભાગ મચી ગઇ હતી. પોલીસે સ્થળ પરથી ચારને ઝડપી પાડી રાયોટિંગ, સરકારી કર્મચારી પર હુમલો અને ગુનાઇત મનુષ્યવધની કોશિશનો ગુનો નોંધી ધરપકડ કરી હતી.
આ અંગે વધુ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો