તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બરોડાની બહાદુર બેટી:ચેઇન સ્નેચરની બાઈકનો પિછો કરી માર્યા, પોલીસે કર્યું સન્માન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા:શહેરના વારસિયા વિસ્તારમાં સાંજના સમયે માતા સાથે સ્કૂટી પર ઘેર જઇ રહેલી યુવતી હિના હિરાભાઇ કટારિયાની માતાના ગળામાંથી અછોડાતોડ(ચેઇન સ્નેચર) યુવાનો સોનાની ચેઇન તોડીને ભાગ્યા બાદ હિંમતપૂર્વક યુવતીએ અછોડાતોડનો પીછો કર્યો હતો અને અછોડાતોડ યુવાનોની બાઇકને જોરદાર ટક્કર મારતાં બંને અછોડાતોડ નીચે પટકાયા હતા.આ બહાદુર યુવતીનું પોલીસે સન્માન કર્યું હતું.
શરુઆતમાં તો હું એક ક્ષણ માટે ગભરાઇ ગઇ હતી
એક અછોડાતોડ સોનાની ચેઇન ફેંકી ફરાર થયો હતો, જયારે બીજા અછોડાતોડને યુવતીએ ત્રણ ચાર તમાચા ઝીંકી દીધા હતા. એકત્ર થયેલાં લોકોએ પણ અછોડાતોડને મેથીપાક ચખાડી પોલીસને હવાલે કર્યો હતો.યુવતી અને તેની માતાને હાથે તથા પગમાં ઇજા પહોંચી હતી.હું મંગળવારે સાંજે 7 વાગે મારી મમ્મી નીશાબહેન સાથે શાકભાજી લઇને સ્કૂટી પર ઘરે જઇ રહી હતી. ત્યા સતનામ સાક્ષી મંદિર પાસે બાઇક પર પાછળથી આવેલા બે શખ્સો પૈકી પાછળ બેઠેલા શખ્સે સ્કૂટી પર પાછળ બેઠેલા મમ્મીના ગળામાંથી સોનાની ચેઇન તોડી લીધી હતી. શરુઆતમાં તો હું એક ક્ષણ માટે ગભરાઇ ગઇ હતી પણ ત્યારબાદ લૂંટારુઓનો પીછો કર્યો હતો.
અછોડાતોડ મારી મમ્મી પર ચેઇન ફેંકીને ભાગી ગયો હતો
લૂંટારુની બાઇક નજીક પહોંચ્યા બાદ મે સ્કૂટીને અછોડાતોડની બાઇક સાથે અથડાવી હતી. સ્કૂટીની જોરદાર ટક્કરના કારણે લૂંટારુઓ બાઇકની નીચે ફંગોળાઇ ગયા હતા. આ સાથે હું અને મારી મમ્મી પણ સ્કૂટી ઉપરથી ફંગોળાઇ ગયા હતા. મને અને મારી મમ્મીને હાથે અને પગે વાગ્યું પણ છે. લૂંટારુઓ બાઇક ઉપરથી નીચે પટકાતાની સાથે જ લોકો પણ એકત્ર થઇ ગયા હતા. મે તુરત ઉભા થઇને નીચે પટકાયેલા એક અછોડાતોડને જમીન પરથી ઉભો કરી તેને ત્રણથી ચાર સણસણતા તમાચા લગાવી દીધા હતા. જો કે આ સમયે અન્ય અછોડાતોડ મારી મમ્મી પર ચેઇન ફેંકીને ભાગી ગયો હતો.લોકોએ અછોડાતોડને પકડી લઇને મેથાપાક ચખાડયો હતો અને સિટી પોલીસને જાણ કરી હતી.
યુવતીનું પોલીસ સ્ટેશનમાં સન્માન
માતાની સોનાની ચેઇન લૂંટીને ભાગી રહેલા લૂંટારૂઓનો હિંમતભેર સામનો કરીને બે લૂંટારુ પૈકી એકને ઝડપી લઇ પોલીસના હવાલે કરી દેનાર હિના કટારીયાનું સિટી પોલીસ મથકના જવાનોએ પોલીસ મથકમાં બોલાવી સન્માન કર્યું હતું. પોલીસ જવાનો દ્વારા હિનાને શાલ ઓઢાડી તેની બહાદુરીને બિરદાવામાં આવી હતી. હિના પિતાને મદદ કરવા સ્કુલ વર્ધી વાન ચલાવે છે.
તસવીરોમાં જુઓ ઘટના: કેવી રીતે યુવતીએ અછોડાતોડોને પાઠ ભણાવ્યો...