• Gujarati News
  • Backbone Successful Surgery On 23 Year Old Girl At Vadodara

વડોદરા: જન્મજાત વાંકી કરોડરજ્જુથી પીડાતી યુવતી પર સફળ સર્જરી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- જન્મજાત વાંકી કરોડરજ્જુથી પીડાતી યુવતી પર સફળ સર્જરી
- કમરના અસહ્ય દુખાવા બાદ જમણા પગમાં પેરાલિસિસની અસર થઇ ગઇ હતી : ઓપરેશન બાદ દુ:ખાવો જતો રહ્યો , હજુ ચાલતા એક અઠવાડિયું થશે
વડોદરા: જન્મજાત ન્યૂરો ફાયબ્રો મેટોસીસની બીમારીથી પીડિત લુણાવાડાની 23 વર્ષીય યુવતીનું શહેરની ખાનગી હોસ્પિટલમાં સફળ ઓપરેશન થયું હતું. જવલ્લે જ જોવા મળતા સેગમેન્ટલ સ્કોલિયોસિસના કારણે યુવતીને માત્ર કમરનો દુખાવો જ નહિ પગના ભાગે પેરાલિસિસની અસર થઇ ગઇ હતી. 11 કલાકના સફળ ઓપરેશન બાદ યુવતીની હાલત સુધારા પર છે. અલબત્ત, હજુ તેને ચાલતાં એક અઠવાડિયું થશેે.
લૂ઼ણાવાડા ખાતે રહેતી 23 વર્ષીય યુવતીને જન્મજાત ન્યૂરો ફાયબ્રો મેટોસિસની બીમારી હતી. કમરના નીચેથી ઉપર તરફના બીજો અને ત્રીજો મણકો સાઇડની બાજુએ સ્લિપ થતો હતો. આ જવલ્લે જ જોવા મળતું હોય છે. છેલ્લાં 3-4 વર્ષથી કમરના દુ:ખાવાથી પીડિત યુવતીને 2 મહિના પહેલાં તો પગના સ્નાયુ પણ નબળા પડી પેરાલિસિસની અસર વર્તાઇ ગઇ હતી. યુવતીનું 15 દિવસ પહેલાં ભાયલાલ અમીન હોસ્પિટલ ખાતે ન્યૂરો સર્જન ડૉ. નિમેશ પટેલ અને ઓર્થોપેડિક સર્જન ડૉ. નિરવ મોદી સહિતની ટીમે બે સ્ટેજમાં ઓપરેશન હાથ ધર્યું હતું. સેગમેન્ટલ ડીજનરેટિવ સ્કોલિયોસિસના કારણે બેક ફિકશેશન કરી એક મણકો કાઢી નાખી ત્યાં ટાઇટેનિયમ કેજ મૂકી સફળ સર્જરી કરી હતી.
આ અંગે વધુ વાંચવા આગળ ક્લિક કરો...