તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમરનાથ યાત્રીઅો પાસેથી ટ્રેનમાં પાણીની બોટલના રૂ.20 પડાવાતાં હોબાળો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા: કટરાથી બાંદ્રા જતી સુપર ફાસ્ટ એકસપ્રેસ ટ્રેનમાં રતલામ રેલવે સ્ટેશન ગયા પછી ચા- પાણીના વધુ ભાવ લેવાતા હોવાના આક્ષેપ સાથે મુસાફરોએ ભારે હોબાળો કર્યો હતો, પેન્ટ્રી કારના સ્ટાફ વચ્ચે શાબ્દિક
ટપાટપી થતાં ટપલી દાવ થયો હતો જેના પગલે ટ્રેનની પેન્ટ્રી કારના 22 જેટલા કર્મીઓ પેન્ટ્રી છોડી ભાગી જતાં પેન્ટ્રીનું કામ ઠપ્પ થઈ ગયું હતું. વડોદરા રેલવે સ્ટેશન ખાતે મુસાફરોએ ભારે વિવાદ કરતાં ટ્રેનને ત્રણ વખત રોકવી પડી હતી.બનાવના પગલે વડોદરા રેલવે સ્ટેશન ખાતે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અને મુસાફરોની ફરિયાદોને પગલે રેલવે અધિકારી અને આરપીએફના જવાનોએ પેન્ટ્રી કારના એ કર્મચારીને શોધીને તેની પુછપરછ કરી હતી તથા ટ્રેનના પાન્ટ્રી કારની પણ તપાસ કરી પરિસ્થિતી મેળવી ફરિયાદો અંગે કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
 
રોષે ભરાયેલા મુસાફરોઅે રતલામથી સુરત સુધી પેન્ટ્રી ચાલવા ના દીધી
 
આ બનાવની વિગતો એવી છે કે કટરાથી બાંદ્રા જતી સુપર ફાસ્ટ એકસપ્રેસ ટ્રેનમાં વડોદરા,સુરત અને મુંબઈના અમરનાથ યાત્રીઓ કટરાથી આવી રહ્યા હતા ત્યારે રતલામ રેલવે સ્ટેશન ગયા પછી ટ્રેનમાં વિવાદની શરૂઆત થઈ હતી.પેન્ટ્રી કારના સ્ટાફ દ્વારા ચાના રૂા.7ના બદલે રૂા.10 , ઠંડાપાણીની બોટલના રૂા. 15ના બદલે રૂા. 20 પડાવ્યા હોવાનો આક્ષેપ હેઠળ અમરનાથ યાત્રીઓ અને મુસાફરોએ ટ્રેનમાં જ ભારે હોબાળો મચાવ્યો હતો.હોબાળા બાદ મુસાફરો અને પેન્ટ્રી કારના સ્ટાફ વચ્ચે શાબ્દિક ટપાટપી થતાં ટપલી દાવ પણ થયો હતો,જેના પગલે પેન્ટ્રીનો સ્ટાફ ચાલુ ટ્રેને ફરાર થઈ ગયો હતો. જેના પગલે પેન્ટ્રીકારની કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી.વડોદરા રેલવે સ્ટેશન ખાતે ટ્રેન પહોંચી ત્યારે પેન્ટ્રી કારમાં એકેય કર્મચારી ન હતો. વડોદરા રેલવે સ્ટેશન ખાતે ટ્રેન પહોંચી ત્યારે રેલવે તંત્રનો સ્ટાફ અને રેલવેના અધિકારીઓ પ્લેટફોર્મ નંબર 1 પર પહોંચ્યા હતા.રેલવે અધિકારી અને આરપીએફના જવાનોએ પેન્ટ્રી કારના એક કર્મચારીને શોધીને તેનો જવાબ લીધો હતો.રેલવેના એક અધિકારીએ જણાવ્યું હતું કે ગાયની ચરબી વપરાતી હોવાનો પણ આક્ષેપ થયો હતો. જે તપાસમાં ખોટો સાબિત થયો હતો.
 
આગળ વધુ વાંચો: પેન્ટ્રીના કર્મચારીઅો ટ્રેન છોડી ઉતરી ગયા
અન્ય સમાચારો પણ છે...