તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ACB Caught 27.14 Lakh Scam By Former Coach In Vadodara District Sports Training Center

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરા: રમત-ગમત પ્રશિક્ષણ કેન્દ્રના તત્કાલિન કોચે રૂ.27.13 લાખનું કૌભાંડ આચર્યું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા: આદિવાસી ખેલાડીઓનો રમત-ગમત ક્ષેત્રે વિકાસ થાય તે માટે રાજ્ય સરકારના આદિજાતી વિભાગ દ્વારા સ્પોર્ટસ ઓથોરીટી ગુજરાતને ફાળવવામાં આવેલી રૂ.42.70 લાખની ગ્રાન્ટમાંથી રૂ.27.13 લાખ ચાઉં કરી કૌંભાડ આચરનાર તત્કાલિન સિનીયર કોચ સામે વડોદરા લાંચ રૂશ્વત વિરોધી શાખાએ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
બોગસ દસ્તાવેજો ઉભા કરી માત્ર કાગળ પર પ્રશિક્ષણના કેમ્પ બતાવ્યા
વડોદરા લાંચ રૂશ્વત વિરોધી શાખાના મદદનીશ નિયામક પી.આર. ગેલોટે જણાવ્યું હતું કે, કુબેરભુવનના 8 માળે આવેલી વડોદરા જિલ્લા રમત-ગમત પ્રશિક્ષણ કેન્દ્રમાં કોચ તરીકે વર્ષ-2012માં નિવૃત્ત થયેલા અને હાલમાં સિનીયર કોચ તરીકે ફરજ બજાવતા હરીશ નામદેવ કાળે (રહે. એ-4, ચંદ્રાવલી સોસાયટી, દીપ ચેમ્બર પાછળ, માંજલપુર)એ સત્તાનો દૂર ઉપયોગ કરી બોગસ દસ્તાવેજો ઉભા કરી માત્ર કાગળ ઉપર પ્રશિક્ષણના કેમ્પો બતાવીને આદિવાસી ખેલાડીઓનો રમત-ગમત ક્ષેત્રે વિકાસ થાય તે માટે સરકાર તરફથી આવેલી રૂ.42,70,000 ગ્રાન્ટમાંથી રૂ.27,13,990 ચાઉં કરી જવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
કેમ્પ યોજવા માટે રૂ.42,70,000 ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આદિવાસી ખેલાડીઓનો રમત-ગમત ક્ષેત્રે વિકાસ થાય તે માટે ગુજરાત સરકારના આદિજાતી વિભાગ દ્વારા સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતને કબડ્ડી, ખોખો, વોલીબોલ, આર્ચરી અને એથ્લેટીક્સના 500 ખેલાડીઓની મર્યાદામાં કેમ્પ યોજવા માટે રૂ.42,70,000 ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. આ ગ્રાન્ટ આદિવાસી ખેલાડીઓને કબડ્ડી, ખોખો, આર્ચરી, વોલીબોલ અને એથ્લેટીક્સની તાલિમ અને કેમ્પ કરવા માટે વાપરવાની હતી.
નિવાસી કેમ્પ ફકત કાગળો પર દર્શાવાયો
હરિશ કાળેએ રમત ગમત અંગેનો 21 દિવસનો નિવાસી કેમ્પ ફકત કાગળ પર દર્શાવ્યો હતો અને ખોટા બિલ અને વાઉચર બતાવી તે જે માલિકો વતી સહિ કરી 38,12,500 રૂપિયાનો ઓન પેપર પર ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જેથી આ બાબતે એસીબી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી અને તેમાં ખોટા બિલ, વાઉચરો, ખોટા સિક્કા વડે લાખો રૂપિયા ચાંઉ કરી દેવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું હતું. આમ, રમતગમત માટેનો નિવાસી કેમ્પ ફક્ત કાગળો પર દર્શાવવામાં આવ્યો હતો.
બે મકાન ઉપરાંત સંપત્તિની તપાસ
વડોદરા ગ્રામ્ય એસીબી પી.આઇ. ડી.આર. ભાટિયાની તપાસમાં બહાર આવ્યું હતું કે હરીશ કાળે ન્યૂ સમા રોડ પર ભાદરણનગરમાં બીજું મકાન છે.એસીબીએ કાળેના બેંક ખાતા ઉપરાંત લોકર્સ અને સ્થાવર જંગમ મિલકત વગેરેની તપાસ શરૂ કરી હતી.
આગળની સ્લાઇડ્સમાં વાંચો તત્કાલીક કોચે કોના કોના બોગસ સિક્કા અને લેટરપેડ બનાવ્યા, કેવી રીતે બહાર આવ્યું કૌભાંડ.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો