ભાજપ લઘુમતી મોરચાના શહેર મહામંત્રી ઝહીર કુરેશીને મસ્જિદોમાં પ્રવેશબંધીનાં પોસ્ટર લાગ્યા

પરિવારને ઉર્સ સહિતના કાર્યક્રમમાંથી બાકાતનો પત્ર ફરતો થયો

Divyabhaskar.com | Updated - Dec 07, 2018, 02:28 PM
ભાજપ લઘુમતી મોરચાના શહેર મહામ
ભાજપ લઘુમતી મોરચાના શહેર મહામ

* 10 દિવસથી સોશિયલ મીડિયામાં ઝહીર કુરેશીને ટાર્ગેટ બનાવાય છે

* સોશિયલ મીડિયામાં મુસ્લિમ યુવકો દ્વારા નારાજગી વ્યક્ત કરતી કોમેન્ટો કરવામાં આવી

* મસ્જિદોમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકતાં પોસ્ટરો અંગે મસ્જિદના ટ્રસ્ટીઓ કાંઈ પણ કહેવા માંગતા નથી

વડોદરા: ભાજપ લઘુમતી મોરચાના શહેર મહામંત્રી ઝહીર ગનીભાઈ કુરેશીના દિલ્હીમાં રામમંદિર અંગેના દેખાવો બાદ વિવાદ વધુ વકર્યો છે. ગુરુવારના રોજ શહેરના નવાબવાડા, બાવામાનપુરા, રાજપુરાની પોળ સહિતની અન્ય મસ્જિદોના ગેટ ઉપર ઝહીર કુરેશીએ પ્રવેશવું નહીં તેવાં પોસ્ટરો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા. જ્યારે જમાત પંચ દ્વારા ઝહીર કુરેશી અને તેના પરિવારને ઉર્સ તેમજ અન્ય કાર્યક્રમમાં બાકાત રાખવામાં આવે છે તેવો પત્ર પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જ્યારે મુસ્લિમ સમાજના અસામાજિક તત્ત્વો દ્વારા મને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો હોવાનું ઝહીર કુરેશીએ જણાવ્યું હતું.


સોશિયલ મીડિયામાં એક પત્ર વાઇરલ થયો છે. આ પત્રમાં કુરેશ જમાત પંચ અને ખાટકીવાડા,ગૌષીયા મસ્જિદ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બાબરી મસ્જિદ મુદ્દે દેશભરમાં ચાલી રહેલા રાજનીતિ મુદ્દા અંગે કુરેશ જમાતના ભૂતપૂર્વ પ્રમુખ મર્હુમ ગનીભાઈ કુરેશીના પુત્ર ઝહીરે જે કામ કર્યું છે,તેમાં કુરેશ જમાતના યુવાનોના દિલને ખૂબ જ ઠેસ પહોંચી છે અને કુરેશ જમાતનું ચારે તરફ નામ ખરાબ થયું છે. જ્યારે આવનારા દિવસોમાં રહેબર હઝરત દાદા શમ્સ તબરેઝ રેહ.ના ઉર્સનો કાર્યક્રમ થવાનો છે. જેમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ઝહીર કુરેશીને અને તેના આખા કુટુંબને આ કાર્યક્રમમાંથી બાકાત રાખવામાં આવે છે. જ્યારે જમાતના કોઈ પણ કાર્યક્રમ જેવા કે ન્યાઝ, જલસા,મીટિંગમાંથી તેઓને બાકાત કરવામાં આવે તેવો પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

X
ભાજપ લઘુમતી મોરચાના શહેર મહામભાજપ લઘુમતી મોરચાના શહેર મહામ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App