વડોદરા કોર્પોરેશન/ 142 કારકૂનોના ભરતી કૌભાંડમાં તપાસનો આદેશ

DivyaBhaskar.com

Dec 06, 2018, 02:51 AM IST
Vadodara corporation / 142 clerk recruitment scam

વડોદરાઃ પાલિકામાં 142 કારકૂનોની ભરતી કૌભાંડમાં મ્યુ.કમિશનરને તપાસના આદેશ આપ્યા છે અને ભરતી થયેલા ઉમેદવારોની પસંદગી કેવી રીતે થઇ, કયા શહેરના છે તેના સહિતની માહિતી એકત્રિત કરવામાં આવનાર છે. પૂર્વ મેયરે તત્કાલિન મ્યુ.કમિશનર પાસે એમ એસ યુનિવર્સિટીના કેટલા વિદ્યાર્થીઓ હતા તેની માંગેલી માહિતી જે તે કમિશનરને પૂરી પાડી ન હોવાની વિગત પ્રકાશમાં આવી છે.


2016માં પાલિકામાં 142 કારકૂનોની ભરતી કરવામાં આવી હતી અને તેના માટે લેખિત પરીક્ષા લેવામાં આવી હતી. પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોને સીધા નિમણૂંકપત્રો આપી દેવામાં આવ્યા હતા. આ ભરતીમાં જનરલ કેટેગરીના ઉમેદવારોને ભારોભાર અન્યાય કરાયો હોવાનો ઘટસ્ફોટ થયો છે અને તેના પડઘા પાલિકાની સામાન્ય સભામાં પણ પડયા હતા. નવાઇની વાત તો એવી છે કે, 100 માર્કસની પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારો પૈકી બે વર્ષની સમયમર્યાદા નક્કી કરતુ વેઇટીંગ લિસ્ટ બનાવવામાં આવ્યું હતું અને તેની મુદત ઓગસ્ટ મહિનામાં પૂરી થઇ હતી.


પાલિકામાં આ ભરતીવાળા 142 પૈકી 129 કારકૂનો ફરજ બજાવી રહ્યા છે અને બાકીની જગા માટે નવેસરથી પ્રક્રિયા કરવાનો વારો આવ્યો છે. શહેરમાં ગાજેલા ભરતી કૌભાંડમાં મ્યુ.કમિશનર અજય ભાદુએ તપાસના આદેશ આપ્યા છે અને ડેપ્યુટી કમિશનર સુધીર પટેલને પસંદગી કેવી રીતે થઇ ω ઉમેદવારો કયા શહેરના હતા ω કેટલા પાસ થયા ω કેટલા પરીક્ષાથીર્ઓ પાસ થયા બાદ જગા પર હાજર થયા ω સહિતની વિગતો એકઠી કરવા સૂચના આપવામાં આવી છે.


મળતી માહિતી મુજબ, 2016માં આ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ત્યારે તત્કાલિન મેયર ભરત ડાંગરે તત્કાલિન મ્યુકમિશનર એચ એસ પટેલ પાસે આ ભરતીમાં એમ એસ યુનિવર્સિટીમાંથી ઉત્તિર્ણ થયેલા કેટલા વિદ્યાર્થીઓ છે તેવી માહિતી માંગી હતી પરંતુ તત્કાલિન મ્યુ.કમિશનરે આ બાબતની માહિતી પૂરી પાડી ન હતી અ્ને વડાધિકારીઓએ પૂર્વ મંજુરી વગર પદાધિકારીઓ સાથે બેઠક કરવી નહીં તેવી સૂચના જારી કરતાં વિવાદ સર્જાયો હતો.

X
Vadodara corporation / 142 clerk recruitment scam
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી