ઓવરબ્રિજ / વડોદરામાં 1 KMમાં બે ફલાય ઓવર,તો ત્રીજો કેમ બનાવવો છે?

divyabhaskar.com | Updated - Jan 13, 2019, 01:43 AM
Two flyovers in 1km in Vadodara, why do they make a third?
X
Two flyovers in 1km in Vadodara, why do they make a third?

  • દરબાર ચોકડીથી કલાલીને જોડતા માર્ગ પર ઓવરબ્રિજ બનાવવાની પાલિકાની હિલચાલ સામે રહીશોનો વિરોધ
     

વડોદરા: માંજલપુરથી કલાલીને જોડવા માટે 13 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર ઓવરબ્રિજ ચાર વર્ષે પણ કાર્યરત થયો નથી ત્યાં વસતી અને અવરજવર વગરના રોડ પર રેલવે ઓવર બ્રિજ બનાવવા માટે હિલચાલ શરૂ કરવામાં આવતા વિરોધ વંટોળ ઉભો થયો છે. નવાઇની વાત તો એવી છે કે,કલાલી તરફ જવા માટે વડસર અને વિશ્વામિત્રી બ્રિજ એક જ કિલોમીટરની ત્રિજયામાં છે ત્યારે ત્રીજા બ્રિજ માટે કોને રસ છે તેવો સવાલ ઉભો થયો છે.

પાલિકાની તિજોરી ખાલી, ગ્રાન્ટ પર આધા
1.માંજલપુર દરબાર ચોકડી પાસે બ્રિજ બનાવવા માટે સાત વર્ષથી પાલિકામાં ચર્ચા કરવામાં આવી રહી છે. પાલિકાની આર્થિક સ્થિતિ હાલ કફોડી છે અને હાલમાં આરસીબીના કામો અને કાઉન્સિલરોના કવોટાના કામો પર બ્રેક વાગી ગઇ છે. આ સ્થિતિમાં, 60 કરોડનો ધૂમાડો કરવા પહેલુ પગથિયુ મૂકાયું છે અને તેના માટે પ્રાથમિક કામગીરી પાછળ 1 થી 1.50 કરોડના ખર્ચનો અંદાજ મૂકાયો છે. જેથી, સરકાર ગ્રાન્ટ ફાળવે તો બ્રિજની કામગીરી થઇ શકે.
રોડ માટે વળતર કેવી રીતે ચૂકવાશે
2.જંગલમાં બનેલા બ્રિજ માટે રસ્તો હજુ મળ્યો નથી ત્યાં દરબાર ચોકડીથી કલાલીને જોડતા માર્ગ પર રેલવે ઓવર બ્રિજ બનાવવાનો નિર્ણય યોગ્ય નથી.રોડ માટે વળતર કેવી રીતે ચૂકવાશે તે મોટો સવાલ છે. આ ઉતાવળિયુ પગલુ નહીં ભરવા માટે મ્યુ.કમિશનરનુ લેખિતમાં ધ્યાન દોરવામાં આવ્યું છે.- ચિરાગ ઝવેરી, કોંગ્રેસ કાઉન્સિલર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App