તવાઇ / રેતીનું ખનન કરવા માટે નર્મદા નદી પર બનાવેલા 10 પાળા તોડી પડાયા

divyabhaskar.com | Updated - Jan 12, 2019, 02:34 AM
To demolish the sand, the 10 encroachments made on the Narmada river were broken
X
To demolish the sand, the 10 encroachments made on the Narmada river were broken

વડોદરા: ખાણ-ખનીજ માફિયાઓ દ્વારા કરજણ તાલુકાના સાયર ગામથી સામે છેડે આવેલા ઝઘડિયા તાલુકાના વેલુગામ સુધીનો નર્મદા નદી પર 10 પાળો બનાવીને ગેરકાયદે રેતી ખનન કરવામાં આવી રહ્યું હતું. રેતી ખનન માફિયાઓએ રેતીનું ખનન કરવા માટે પાઇપોની જાળ બિછાવી રાખી હતી. જે પાળાઓ અને પાઇપોને ખાણ-ખનીજ વિભાગ દ્વારા તોડીને નદીના પ્રવાહને પુન: પ્રવાહિત કર્યો છે. 

 

 

ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા છેલ્લા એક મહિનાથી રેત ખનન માફિયાઓ વિરુદ્ધ કાયદેસર પગલાં ભરવા માટે ડ્રાઇવ ચલાવાઈ છે. જેમાં કરજણ તાલુકાના સાયર અને ઝઘડિયા તાલુકાના વેલુગામમાં લીઝ ધરાવતા લીઝ ધારકોએ નર્મદા નદી પર બનાવેલા 10 પાળાને તંત્ર દ્વારા તોડવામાં આવ્યા હતા. આ ઉપરાંત નદીના વ્હેણમાં નાવડીઓ દ્વારા 3 મીટરની જગ્યાએ 10 થી 15 મીટર ઊંડેથી ભીની રેતી ખેંચવાનો ગોરખધંધો પણ કરી રહ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. 
 

જમીનમાં ખાડો ખોદી ભરેલી રેતી પકડાઈ
1.ઝઘડિયાના વેલુ અને કરજણના સાયર ગામના સીમાડે રેતી ખનન માફિયાઓ દ્વારા જમીનમાં ખાડો ખોદીને તેમાં અન-અધિકૃત રીતે રેતી ભરી રાખી હોવાની બાતમીના આધારે ખાણ-ખનીજ વિભાગે શુક્રવારના રોજ તપાસ આદરી આ ખાડાઓને શોધીને રેતી કબજે કરી હતી. બીજી તરફ સાયર ગામના ગ્રામજનોએ  શુક્રવારે સવારે 6:15 મિનિટે રેતી ભરીને જતી બે ટ્રકોની ઝડપી પાડેલી હતી. જે બંને વાહનો રોયલ્ટી પાસ વગરનાં હોવાથી ખાણ-ખનીજ વિભાગ દ્વારા સીઝ કરવામાં આવ્યાં છે.
ડસ્ટ કંટ્રોલ માટે રસ્તા પર પાણીનો છટકાવ
2.ખાણ-ખનીજ વિભાગ દ્વારા સાયર ગામના લીઝ ધારકો અને ગ્રામજનો વચ્ચે મીટિંગ યોજવામાં આવી હતી. જેમાં લીઝ ધારકોનાં ડમ્પરોના કારણે ગામના અંતરિયાળ રસ્તાઓ ખરાબ થઈ ગયા છે તે રસ્તાઓનું સમારકામ લીઝ ધારકોએ કરવાનું રહેશે તેમ નક્કી થયું હતું. જે પ્રમાણે લીઝ ધારકો દ્વારા રસ્તાઓ પર કપચી પાથરવાનું શરૂ કર્યું છે. જ્યારે ડસ્ટ કંટ્રોલ માટે રસ્તાઓ પર પાણીનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App