પેપરલીક કૌભાંડ/ યશપાલ પાછળ સ્થાનિક ભાજપના દિલ્હી સુધી છેડા ધરાવતા નેતાની સંડોવણી ?

ભાજપના આ પ્રથમ હરોળના નેતાની ભલામણથી પાલિકામાં યશપાલ સોલંકીને નોકરી અપાઇ હોવાનુ પણ ચર્ચાઇ રહ્યુ છે

Divyabhaskar.com | Updated - Dec 07, 2018, 01:45 AM
The possibility of involvement of the local BJP leader in the paper leak scam

વડોદરા: પેપર લીક થવાની ઘટનામાં પાલિકાના કોન્ટ્રાકટ પરના તત્કાલિન હેલ્થ વર્કર યશપાલ પાછળ દિલ્હી સુધી સંપર્ક ધરાવતા ભાજપના એક આગેવાનનુ નામ રાજકિય મોરચે ચર્ચામાં રહેતા ચકચાર મચી જવા પામી છે. પેપરલીકમાં પાલિકામાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર તરીકે કોન્ટ્રાકટ પર ફરજ બજાવી ચૂકેલા યશપાલસિંહ સોલંકી(ઠાકોર)નુ નામ ખુુલ્યું છે અને તેની શોધખોળ બાદ પોલીસે તેને દબોચી લીધો છે.

એલઆરડી પેપર લીક કૌભાંડના સૂત્રધાર યશપાલને પાલિકામાં વડોદરાના મોટા ગજાના ભાજપના એક નેતાના આર્શિવાદ હોવાનુ ચર્ચાઇ રહ્યુ છે. પાલિકાથી લઇને દિલ્હી સુધી દબદબો ધરાવતા ભાજપના આ પ્રથમ હરોળના નેતાની ભલામણથી પાલિકામાં યશપાલ સોલંકીને નોકરી અપાઇ હોવાનુ પણ ચર્ચાઇ રહ્યુ છે. ભાજપના આ નેતા પ્રદેશમાં પણ વગ ધરાવે છે અને ભૂતકાળમાં શૈક્ષણિક સંવર્ગની ભરતી કૌભાંડમાં તેમના નામજોગ ઉલ્લેખ સાથેનો ઓડિયો વાયરલ થયો હતો.

X
The possibility of involvement of the local BJP leader in the paper leak scam
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App