બેંક કૌભાંડ/ સ્ટર્લિંગ બાયોટેકની 4700 કરોડની સંપત્તિ ઇડીએ ટાંચમાં લીધી

Divyabhaskar.com

Dec 07, 2018, 02:10 AM IST
The ED has seized over Rs 4700 crore worth of sterling biotech

વડોદરા: ગુરુવારે એન્ફોર્સમેન્ટ ડાઇરેક્ટોરેટે સ્ટર્લિંગ બાયોટેક કંપનીની કુલ 4700 કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી હોવાનું જણાવ્યું છે.સ્ટર્લિંગ જૂથના ડાઇરેક્ટરો દ્વારા કરોડો રૂપિયાના બેંક કૌભાંડ મામલે ઇ.ડી દ્વારા તપાસ હાથ ધરવામાં અાવી હતી અને કંપનીની દેશભરમાં આવેલી અલગ અલગ સંપત્તિને ટાંચમાં લેવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર સ્ટર્લિંગ બાયોટેક ડાયરેક્ટર નીતિન પાંડેસરા અને કેતન પાંડેસરા અનેક બેંકો પાસેથી મસમોટી રકમની લોન લીધા બાદ વિદેશ ભાગી ચૂંટવામાં સફળ થયા છે.લોન કૌભાંડ મામલે ઇ.ડી દ્વારા કંપનીની દેશભરમાંથી અલગ અલગ શહેરોમાં આવેલી સંપત્તિને ટાંચમાં લેવામાં આવી હતી.

સ્ટર્લિંગ બાયોટેક કંપનીની 4700 કરોડ રૂપિયાની સંપત્તિને ટાંચમાં લેવામાં આવી

તેની સાથે આફ્રિકામાં છુપાયેલા પાંડેસરા બંધુઓ ની ભાળ મેળવવા માટે સ્થાનિક સરકારની મદદ લેવામાં આવી રહી છે.ઇ.ડી સૂત્રોએ જણાવ્યું હતું કે ગુરુવારે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ (પી.એમ.એલ.એ)ના કાયદા અંતર્ગત અત્યાર સુધી સ્ટર્લિંગ બાયોટેક કંપનીની 4700 કરોડ રૂપિયાની સંપત્તિને ટાંચમાં લેવામાં આવી છે. વધુમાં સ્ટર્લિંગ બાયોટેક કંપનીના ડાયરેક્ટર પાંડેસરા બંધુઓ આફ્રિકામાં સ્ટર્લિંગ ઓઇલ કંપની ધરાવે છે અને ત્યાં વૈભવી જીવન જીવી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું.તેનો આડકતરો પુરાવો પાંડેસરા બંધુઓ દ્વારા થોડાક સમય પહેલાં આફ્રિકામાં સ્ટર્લિંગ ઓઇલ કંપનીના કર્મચારીઓ સાથે રંગારંગ કાર્યક્રમનું આયોજન કર્યું હતું .જેમાં દેશના પ્રતિષ્ઠિત ગાયક અને એક્ટરોએ ભાગ લીધો હતો.

X
The ED has seized over Rs 4700 crore worth of sterling biotech
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી