કૌભાંડ / નિરવ મોદીના કૌભાંડમાં રાજ્ય સરકારના 99 કરોડ સલવાયા

divyabhaskar.com | Updated - Jan 13, 2019, 01:26 AM
State government's 99 crores salvage in Nirv Modi's scam
X
State government's 99 crores salvage in Nirv Modi's scam

 

  • તમામ પ્રોપર્ટી ભાડાપટ્ટાની હોવાથી ટાંચમાં લેવાય તેમ નથી
  • પૈસા વસૂલવાનો એકમાત્ર વિકલ્પ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ

વડોદરા: દેશમાં ચકચાર મચાવનાર નિરવ મોદી અને મેહુલ ચોક્સીના 13 હજાર કરોડના બેંક કૌભાંડમાં ગુજરાત સરકારના વેટ પેટે 99 કરોડ રૂપિયા પણ ફસાયા છે.કૌભાંડી દ્વારા ભાડાપટ્ટે લેવામાં આવેલી પ્રોપર્ટીને કારણે સરકાર પાસે પૈસા વસૂલવા માટેનો એકમાત્ર વિકલ્પ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

નાણાંની વસૂલાત માટે સ્પેશિયલ કાઉન્સિલ ઠક્કરની નિમણૂક કરવામાં આવી
1.નિરવ મોદી અને મેહુલ ચોકસીની કંપની ગીતાંજલિ જેમ્સ લિ. કંપની દ્વારા પંજાબ નેશનલ બેંક સાથે 13 હજાર કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે.કૌભાંડ બાદ કંપનીના ડાઇરેક્ટરો વિદેશ ભાગી છૂટવામાં સફ‌ળ થયા છે અને સરકાર દ્વારા તેમને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે.ગુજરાત સરકારના ગીતાંજલિ જેમ્સ લિ. પાસેથી વેટ ટેક્સ પેટે 99 કરોડ,2 લાખ,3 હજાર,959 રૂપિયા લેવાના બાકી નિકળે છે.સરકાર દ્વારા ફડચામાં ગયેલી કંપનીઓ પાસેથી બાકી નિકળતાં નાણાંની વસૂલાત માટે સ્પેશિયલ કાઉન્સિલ પ્રકાશ પી.ઠક્કરની નિમણૂક કરવામાં આવી છે.
પ્રોપર્ટી ભાડાપટ્ટાની હોવાને કારણે હાલ કોઇ પણ સંપત્તિ ટાંચમાં લઇ શકાય તેમ નથી
2.શનિવારે સ્પે.કાઉન્સિલ તથા સહકર્મી વિરાજ ઠક્કર અને નંદન સોની દ્વારા નિરવ મોદીની કંપની સામે  ચાલતી કાર્યવાહી અંગેની સમીક્ષા કરવામાં આવી હતી.જેમાં વાત બહાર આવી હતી કે, 2014થી 2018 સુધી નિરવ મોદીની કંપની પાસેથી ગુજરાત સરકારને મૂડી,ઇન્ટરેસ્ટ અને પેનલ્ટી પેટે 99 કરોડ,2 લાખ,3 હજાર,959 રૂપિયા લેવાના બાકી નિકળે છે. કૌભાંડીની કંપની દ્વારા સુરત સહિત અન્ય શહેરોમાં વર્કશોપ તથા શો રૂમ ચલાવવામાં આવતા હતા.પરંતુ તમામ પ્રોપર્ટી ભાડાપટ્ટાની હોવાને કારણે હાલ કોઇ પણ સંપત્તિ ટાંચમાં લઇ શકાય તેમ નથી.જેને કારણે સરકારની બાકી નિકળતાં નાણાં પાછા મેળવવા માટે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ એકમાત્ર વિકલ્પ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સ્પે.કાઉન્સિલની સમીક્ષા બાદ કંપનીના ફડચા અધિકારી પાસેથી હાલની કાર્યવાહી અંગેની વિગતો મંગાવવાનું નક્કી કરવામાં આવ્યું છે.ત્યાર બાદ આગળની રણનીતિ ઘડવામાં આવશે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App