તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક્સિડેન્ટ/ અમદાવાદની સ્કૂલ બસને ગોધરા નજીક અકસ્માત, 24 સ્ટુડન્ટ ઇજાગ્રસ્ત, ક્લિનરનું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદની સ્કૂલ બસને ગોધરા નજીક અકસ્માત થતાં 24 સ્ટુડન્ટ ઈજગ્રસ્ત થયા - Divya Bhaskar
અમદાવાદની સ્કૂલ બસને ગોધરા નજીક અકસ્માત થતાં 24 સ્ટુડન્ટ ઈજગ્રસ્ત થયા

* ગોધરા પાસે સર્જાયેલા અકસ્માત બાદ બસનો ડ્રાઇવર ફરાર થઇ ગયો

 

પંચમહાલઃ અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી સ્વામી વિવેદાનંદ હિન્દી હાયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓ મધ્યપ્રદેશના ઉજ્જૈન ખાતે પ્રવાસમાં ગયા હતા. જ્યાંથી પરત ફરતી વખતે ગોધરા નજીક પરવડી ગામ પાસે આજે વહેલી સવારે બસ ડ્રાઇવરે સ્ટેઇરિંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. જેમાં 24 સ્ટુડન્ટ ઇજાગ્રસ્ત થયા છે. જ્યારે જીવ બચાવવા બસમાંથી કુદેલા ક્લિનરનું મોત નીપજ્યું હતું. જ્યારે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર અર્થે ગોધરાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 

 

 

બસમાં ક્ષમતા કરતા વધારે સ્ટુડન્ટ્સ બેસાડવામાં આવ્યા હતા 

 

- 56 સીટર બસમાં 70 સ્ટુડન્ટ સહિત 107 લોકો સવાર હતા. અકસ્માતમાં 24 પૈકી 4 વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી. 

 

વિદ્યાર્થીઓને જબરદસ્તી પ્રવાસમાં લઇ જવાયા હોવાના વાલીઓના આક્ષેપ

 

વિદ્યાર્થીઓના વાલીઓએ આક્ષેપ કર્યો છે કે, સ્કૂલ સંચાલકો વિદ્યાર્થીઓને જબરદસ્તી પ્રવાસમાં લઇ જવામાં આવ્યા હતા. જે સ્ટુડન્ટ પ્રવાસમાં નહીં આવે તેઓને ફેઇલ કરવાની ધમકી આપી હતી. 

 

વધુ તસવીરો નિહાળવા માટે ફોટો બદલતા જાવ...

અન્ય સમાચારો પણ છે...