પરિણામ / NEETમાં વડોદરાનો અશરફ કેસરાની મેમણ દેશભરમાં પ્રથમ આવ્યો

Memoir of Vadodara Ashraf Kaiser in NEET, first in the country
X
Memoir of Vadodara Ashraf Kaiser in NEET, first in the country

divyabhaskar.com

Feb 01, 2019, 05:40 PM IST
વડોદરા: નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન દ્વારા લેવામાં આવતી ડૉક્ટર ઓફ મેડિસીન અને માસ્ટર ઓફ સર્જન માટેની નીટ (NEET)ની પરીક્ષાનું પરિણામ 31 જાન્યુઆરીના મોડી સાંજે જાહેર કરવામાં આવ્યુ હતું. 1200 માર્કની આ પરીક્ષામાં 1006 માર્ક મેળવીને વડોદરાના વાસણા વિસ્તારમાં રહેતા પરીક્ષાર્થી અશરફ કેસરાની મેમણે ભારતભરમાં પ્રથમ ક્રમાંક (AIR-1) પ્રાપ્ત કર્યો છે.
1. મને પરિણામ જોઈને વિશ્વાસ જ ન્હોતો આવતો: અશરફ
અશરફે ભાસ્કરને જણાવ્યું હતું કે મને પરિણામ જોઈને વિશ્વાસ જ ન્હોતો આવતો, માટે મેં પાંચ વાર મારું પરિણામ ફેરવી-ફેરવીને જોયું અને અલ્હાનો શુક્રિયા અદા કર્યો. હાલ વડોદરા મેડિકલ કોલેજમાં એમ.બી.બી.એસ.ના અંતિમ સેમિસ્ટરમાં અભ્યાસ કરું છું, અને આ પરીક્ષા માટે છેલ્લા 6 મહિનાથી 8 કલાકનો સમય આપ્યો હતો. હવે દિલ્હી ખાતે આવેલી મૌલાના આઝાદ મેડિકલ કોલેજ અથવા એમ્સ ખાતેથી મેડિસિનનો વધુ અભ્યાસ કરીશ.
2. પરીક્ષાની તૈયારી માટે 8 કલાક આપતો
દરમિયાનમાં વડોદરા મેડિકલ કોલેજમાં એમ.બી.બી.એસ.ના અંતિમ સેમિસ્ટરમાં અભ્યાસ કરતા અને નીટની પરીક્ષામાં ઓલ ઇન્ડિયા રેન્ક 20 પ્રાપ્ત કરનાર વડોદરા અલકાપુરીમાં રહેતા સંવિદ કોટીયાએ જણાવ્યું હતું કે પિતા આંખના ડોક્ટર છે જ્યારે માતા મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીની ટેક્નોલોજી ફેકલ્ટીમાં પ્રોફેસર છે. જેથી ડી.એન.એ.માં જ ભણતર છે. પરીક્ષાની તૈયારી માટે 8 કલાક આપતો હતો.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી