LRD પેપર લીક/ ઇન્દ્રવદન અને અશ્વિને રૂા.6 લાખમાં શિકાર શોધ્યા યશપાલ દિલ્હીથી વેફર-પેકમાં જવાબો લખી લાવ્યો

યશપાલને જરોદની ફેક્ટરીમાં સંતાડી રાખ્યો હતો: ગોત્રીના ઇન્દ્રવદને યશપાલને દિલ્હી જવા પૈસા આપ્યા હતા

Divyabhaskar.com | Updated - Dec 09, 2018, 11:09 AM
પેપર લીકમાં પકડાયેલા આરોપી ડા
પેપર લીકમાં પકડાયેલા આરોપી ડા

* ગામના છોકરાને મદદ કરવામાં હું ફસાયો : ઇન્દ્રવદન

* પેપરલીક કૌભાંડમાં વડોદરા એપી સેન્ટર

વડોદરા: લોકરક્ષકની પરીક્ષાના પેપરલીક કૌભાંડમાં વડોદરા કેન્દ્રસ્થાને રહ્યું છે. કૌભાંડનો કિમિયાગર યશપાલસિંહ સોલંકીનું વડોદરા કનેકશન નીકળ્યા બાદ રૂા. 5-6 લાખમાં પેપર ખરીદે તેવા ઉમેદાવારો ભેગા કરવાનું કામ કરતાં 2 શખ્સો પૈકી એક ગોત્રી અને બીજો બોડેલીનો નીકળ્યો છે. બોડેલીના શખ્સને પણ એટીએસએ દબોચી લીધો છે. દિલ્હીની ગેંગે યશપાલ સહિતનાને જવાબો આપવા માટે બોલાવ્યા બાદ કાગળ પેન લાવવાની મનાઇ કરી હતી. તમામ જવાબો યાદ રાખવાના હતા. જો કે યશપાલ આન્સરશીટની પાછળ પ્રશ્નો લખીને ચબરખી વેફરના પેકેટમાં લાવ્યો હતો.

ઇન્દ્રવદને પૈસા કમાવવા માટે યશપાલને પેપર લેવા દિલ્હી મોકલ્યો


લોકરક્ષક દળની ભરતી પરીક્ષાનું દિલ્હીથી ફૂટેલું પેપર વડોદરા આવ્યું હતું. વડોદરા કોર્પોરેશનના સેનેટરી વિભાગમાં નોકરી કરતો યશપાલસિંહ સોલંકી 29મી નવેમ્બરે પરીક્ષાના પેપરના જવાબ દિલ્હીથી વડોદરા એરપોર્ટ પર આવ્યો હતો. અહિથી તેણે અરવલ્લી ભાજપના કાર્યકર મનહર પટેલને આ જવાબો વેચ્યા હતાં. માંડ 8-9 હજારનો પગારદાર યશપાલનું પેપર કૌભાંડમાં નામ ઉછળતા તેની પાછળ વડોદરાના જ અન્ય કોઇનો હાથ હોવાની શરૂઆતથી જ પોલીસને શંકા હતી.બુધવારે પોલીસે શહેરના ગોત્રી સ્થિત ગોકુલ ટાઉનશીપમાં રહેતા ઇન્દ્રવદન પરમારને પકડ્યો હતો. મેડિકલ રિપ્રેઝન્ટેટિવ તરીકે નોકરી કરતા ઇન્દ્રવદને પૈસા કમાવવા માટે યશપાલને પેપર લેવા દિલ્હી મોકલ્યો હતો.

વડોદરા ભાજપના એક નેતાની સંડોવણી હોવાનો પણ ગણગણાટ

તે પેપર ખરીદે તેવા ઉમેદવારોને ભેગા કરતો હતો. તેની સાથે બોડેલીનો અશ્વિન નામનો શખ્સ પણ સંકળાયેલો હોવાનું તપાસમાં બહાર આવતાં એટીએસએ તેને પણ પકડી લીધો છે. આ શખ્સ અમદાવાદમાં શિક્ષક હોવાની પ્રાથમિક વિગતો જાણવા મળી છે. અગાઉ પોલીસે મનહર પટેલને વાઘોડિયાના ખંધા ગામેથી પકડી પાડ્યો હતો જ્યારે સૂત્રધાર યશપાલ સોલંકીને પણ જરોદની કંપનીમાં 2 દિવસ સંતાડી રખાયો હોવાની વિગતો પોલીસને મળી છે. તેની પાછળ વડોદરા ભાજપના એક નેતાની સંડોવણી હોવાનો પણ ગણગણાટ શરૂ થયો છે. આ સમગ્ર ગતિવિધી જોતા પેપરલીક કૌભાંડમાં વડોદરાનું કનેકશન ગાઢ રહ્યું છે.

પોલીસને ગુમરાહ કરવા ઇન્દ્રવદને ખોટું કહ્યું

સૂત્રો અનુસાર, પોલીસે ઇન્દ્રવદન પરમારની પૂછતાછ કરતાં શરૂઆતમાં તો પેપર લીક કૌભાંડમાં સંડોવાયેલા યશપાલ સોલંકી અને યશપાલ ઠાકોર એક જ નહિ અલગ અલગ હોવાનું કહ્યું હતું. યશપાલ સોલંકી પરીક્ષામાં ઉમેદવાર હતો અને યશપાલ ઠાકોર કૌભાંડનું પ્યાદુ છે. તેવું પણ જણાવ્યું હતું. બીજી તરફ બંને એક જ હોવાનું પોલીસ માની રહી છે. આ જોતા ઇન્દ્રવદને પોલીસને ગુમરાહ કરવા માટે આ તુક્કો અજમાવ્યો હોવાનું પણ અનુમાન લગાવાઇ રહ્યું છે. જો કે આખરે પોલીસે અસલ યશપાલને ઝડપી પાડયો હતો.

X
પેપર લીકમાં પકડાયેલા આરોપી ડાપેપર લીકમાં પકડાયેલા આરોપી ડા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App