Home » Madhya Gujarat » Latest News » Vadodara City » LRD candidate took memorandum to residence collector in vadodara

LRD પેપર લીક/ 'હજારો વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ ડગી ગયો, સરકાર પરથી વિશ્વાસ ઉઠી ગયો', ઉમેદવારોનો આક્રોશ

Divyabhaskar.com | Updated - Dec 07, 2018, 03:59 PM

વડોદરા શહેર-જિલ્લાના 48 ઉમેદવારોએ સહી સાથેનું આવેદન પત્ર નિવાસી અધિક કલેક્ટરને આપ્યું

  • LRD candidate took memorandum to residence collector in vadodara
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    વડોદરા શહેર-જિલ્લાના 48 ઉમેદવારોએ સહી સાથેનું આવેદન પત્ર નિવાસી કલેક્ટરને આપ્યું

    * ભરતી પરીક્ષાઓ પારદર્શક રીતે લેવાય અને પરીણામોમાં ગેરરીતી ન થાય તેની કાળજી લેવા અપીલ કરી

    વડોદરાઃ પેપર લીક કાંડને કારણે લોક રક્ષક દળની ભરતીમાં પરીક્ષા નહીં આપી શકનાર ઉમદવારોએ આજે વડોદરા નિવાસી અધિક કલેક્ટર ડી.આર.પટેલને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, પેપર લીક થવાની ઘટના કે ભરતી પરીક્ષામાં કોઇપણ કૌભાંડ થાય તો હજારો વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ ડગી જાય છે. અને તેઓ નાસીપાસ થઇ જાય છે. લોક રક્ષક દળની ભરતીમાં પેપર લીકની ઘટના બાદ ઉમેદવારોનો સરકાર પરથી વિશ્વાસ ઉઠી ગયો છે.

    ઉમેદવારોએ અધિક નિવાસી કલેક્ટરને આવેદન પત્ર આપ્યું

    -વડોદરા શહેર-જિલ્લાના 48 ઉમેદવારોએ સહી સાથેનું આવેદન આપ્યું

    -પેપર લીકના બનાવોથી ઉમેદવારોની સરકાર પરથી વિશ્વનિયતા ઉઠી રહી હોવાની રજૂઆત કરી

    -આવનારી તમામ સરકારી ભરતીઓ સચોટ અને નિષ્પક્ષપણ થાય તેવી અપીલ કરી

    -આવેદન પત્ર આપતી વખતે ઉમેદવારોમાં સરકાર સામે આક્રોશ જોવા મળ્યો હતો

    લોક રક્ષક દળનું પેપર લીક થવાથી ગુજરાતની ગરીમાને ઠેસ પહોંચી

    -લોક રક્ષક દળની ભરતીમાં પરીક્ષા નહીં આપી શકનાર ઉમદવારોએ જણાવ્યું હતું કે, લોક રક્ષક દળનું પેપર લીક થવાથી ગુજરાતની ગરીમાને ઠેસ પહોંચી છે. આવનારી પરીક્ષાઓમાં પુનરાવર્તન ન થાય અને વિશ્વસનિયતા જળવાય તેવી અમારી માંગણી છે.

    વધુ તસવીરો નિહાળવા માટે ફોટો બદલતા જાવ....

  • LRD candidate took memorandum to residence collector in vadodara
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    પરીક્ષાઓ પારદર્શક રીતે લેવાય અને પરીણામોમાં ગેરરીતી ન થાય તેની કાળજી લેવા અપીલ કરી
  • LRD candidate took memorandum to residence collector in vadodara
    પેપર લીકના બનાવોથી ઉમેદવારોની સરકાર પરથી વિશ્વનિયતા ઉઠી રહી હોવાની રજૂઆત કરી
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Madhya Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ