લાંચ / વડોદરાના કોફી શોપમાં PF ઓફિસર રજનીશે પહેલાં રૂ.30 લાખ માગ્યા, પછી 10 ઓછા કર્યા

divyabhaskar.com | Updated - Jan 13, 2019, 01:26 AM
In the Vadodara coffee shop, the PF officer asked Rajneesh for Rs. 30 lakhs and then reduced to 10
X
In the Vadodara coffee shop, the PF officer asked Rajneesh for Rs. 30 lakhs and then reduced to 10

  • રજનીશ તિવારી બિલ્ડર પાસેથી 5 લાખ લેતાં CBIના હાથે સપડાયો હતો

વડોદરા: શહેરના બિલ્ડર પાસેથી લીગલ એક્શન લેવાની ધમકી આપી 5 લાખની લાંચ લેતાં ઝડપાયેલા અકોટા પીએફ ઓફિસના અધિકારી રજનીશ તિવારીએ બિલ્ડર સાથે 8 જાન્યુઆરીએ અકોટામાં આવેલ કોફી શોપમાં મિટિંગ કરી હતી. આ મિટિંગમાં રજનીશે 30 લાખની રકમમાં ઘટાડો કરી 20 લાખ માગ્યા હતા અને હવે કોઇ પણ સંજોગોમાં આ રકમ ઓછી નહીં થાય તેવી ગર્ભિત ચીમકી પણ આપી હતી. બીજી તરફ આ કેસમાં રજનીશની પત્ની પીએફ અધિકારી પારુ તિવારીએ આ જ બિલ્ડર પાસેથી 30 લાખની માંગ કરી હોવાનું બિલ્ડરે જણાવતાં સીબીઆઇ પારુ તિવારી સામે પણ કાર્યવાહી કરે તેવી શક્યતા છે. હાલના તબક્કે એફઆઇઆરમાં પારુનું નામ નથી.

30 લાખની ચર્ચામાં ઘટસ્ફોટ થયો કે પારુ સામે એસીબીમાં ગુનો નોંધાયો છે
1.ગત 30નવેમ્બરે બિલ્ડરને રજનીશ તિવારીએ નોટિસ મોકલી હતી, જેથી બિલ્ડર અને તેમના કન્સલ્ટન્ટ  મળવા ગયા હતા.જોકે રજનીશે પણ તેમની પાસે 30 લાખ માગ્યા હતા. રજનીશ સાથેની ચર્ચામાં બિલ્ડરને જાણ થઇ હતી કે રજનીશ પારુ તિવારીનો પતિ છે અને પારુ તિવારી સામે એસીબીના લાંચનો ગુનો નોંધાયો છે.
ફેસબુક પર લખ્યું, પોઝિટિવ વેમાં પ્રયાસ કરો તો કંઇ જ અશક્ય નથી
2.રજનીશ તિવારીએ તેના ફેસબુક એકાઉન્ટમાં બાયો.સેકશનમાં લખ્યું છે, નથિંગ ઇઝ ઇમ્પોસિબલ, ઇફ યુ ટ્રાય ઇન એ પોઝિટિવ વે, યુ કેન એચીવ એવરીથિંગ ઇન ધીસ વર્લ્ડ. રજનીશ તિવારીએ 1 જાન્યુઆરી,1990ના રોજ ફેસબુક એકાઉન્ટ ખોલાવ્યું હતું. તેણે છેલ્લી પોસ્ટ 14 જુલાઇએ કરેલી હતી. 
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App