વડોદરા / પોસ્ટલ મતદાનના સમયે હોબાળો, પોલીસે ધક્કા મારીને ગાળો આપી હોવાનો હોમગાર્ડ જવાનોનો આક્ષેપ

Government employee voting start today in vadodara

DivyaBhaskar.com

Apr 17, 2019, 08:00 PM IST

વડોદરા: વડોદરાના છાણી જિલ્લા પોલીસ હેડ ક્વાટર્સ ખાતે પોસ્ટલ મતદાન સમયે ભાદરવાથી આવેલા હોમગાર્ડના જવાનો અને પોલીસ કર્મીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. હોમગાર્ડ જવાનોએ આક્ષેપ કર્યો હતો કે, અમને ધક્કા માર્યાં અને ગાળો આપવામાં આવી હતી. અને મતદાન કરવા દેવામાં આવતુ નહોતુ. અમે શું કરીએ રજા પાળીને મતદાન કરવા માટે આવ્યા છીએ.

ચૂંટણી અધિકારીએ મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું
લોકસભાની ચૂંટણીમાં ફરજ બજાવનાર વડોદરા શહેર અને જિલ્લાના 6 હજાર જેટલા પોલીસ જવાનો સહિત સરકારી-અર્ધસરકારી કર્મચારીઓએ આજે મતદાન કર્યું હતું. વડોદરા જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા પ્રતાપનગર પોલીસ હેડ ક્વાટર્સ અને છાણી જકાતનાકા પોલીસ હેડક્વાર્ટર ખાતે મતદાન બુથ ઉભો કરવામાં આવ્યા હતા. વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શાલિની અગ્રવાલ છાણી જકાતનાકા પોલીસ હેડક્વાર્ટર ખાતે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણી પંચની ગાઇડલાઇન મુજબ ચૂંટણીના દિવસે ફરજ બજાવનાર પોલીસ જવાનો, હોમગાર્ડ, ગ્રામરક્ષક દળ, એસ.ટી. ડ્ર્રાઇવર્સ, જી.યુ.વી.એન.એલ. જેવા 5901 કર્મચારીઓના મતાધિકારના રક્ષણ માટે વડોદરા પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર અને છાણી જકાતનાકા પોલીસ હેડ ક્વાર્ટર ખાતે મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે 5 વાગ્યા સુધીમાં છાણી જકાતનાકા પોલીસ હેડ ક્વાટર્સ ખાતે કુલ 3348 મતદારોમાંથી 2148 મતદારોએ મતદાન કર્યું હતું.

કર્મચારીઓએ ઉત્સાહભેર મતદાન કર્યું
ચૂંટણીની પૂર્વ રાતથી ચૂંટણીમાં ફરજ બજાવનાર પોલીસ જવાનો સહિત સરકારી-અર્ધસરકારી કર્મચારીઓ માટે આજે આયોજીત મતદાનની વ્યવસ્થામાં પોલીસ જવાનો અને સરકારી કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પોલીસ જવાનો અને સરકારી કર્મચારીઓ ફરજ ઉપર જતા પહેલાં મતદાન કરવા માટે પહોંચી ગયા હતા.

ઇવીએમના સમયમાં મતપત્રકથી મતદાન કર્યું
વિવાદાસ્પદ ઇ.વી.એમ.ના જમાનામાં આજે પોલીસ જવાનો સહિત સરકારી-અર્ધસરકારી કર્મચારીઓ દ્વારા મતપત્રક દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, વડોદરા લોકસભા બેઠક પર મુખ્ય પક્ષ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો સહિત 13 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.

X
Government employee voting start today in vadodara
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી