આગથી કૂતુહલ / આગથી કૂતુહલ/ વડોદરામાં અલકાપુરી રોડ પર ગેસ લાઇન લિકેજ થતાં આગ લાગી

DivyaBhaskar.com

Dec 07, 2018, 05:38 PM IST
વડોદરા કોર્પોરેશનના ગેસ વિભાગની ટીમ સ્થળ પર દોડી ગઇ, ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો
વડોદરા કોર્પોરેશનના ગેસ વિભાગની ટીમ સ્થળ પર દોડી ગઇ, ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો
રોડ પર આગની ઘટનાથી લોકોમાં કૂતુહલની સાથે અફરાતફરી મચી ગઇ
રોડ પર આગની ઘટનાથી લોકોમાં કૂતુહલની સાથે અફરાતફરી મચી ગઇ

વડોદરાઃ વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આજે બપોરે ગેસ પાઇપ લાઇનમાં લીકેજ થતાં રોડની વચ્ચે આગ ફાટી નીકળી હતી. ફાયરબ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો.

વડોદરાના અલકાપુરી રોડ પર ગેસ લાઇન લિકેજ થતાં આગ લાગી

- રોડ પર આગની ઘટનાથી લોકોમાં કૂતુહલની સાથે અફરાતફરી મચી ગઇ હતી
- પાણીના વાલ્વની બાજુમાં જ આગ લાગી હતી
- વડોદરા કોર્પોરેશનના ગેસ વિભાગની ટીમ પણ સ્થળ પર દોડી ગઇ હતી
- ગેસ વિભાગની ટીમે ગેસ લાઇનમાં રિપેરીંગનું કામ હાથ ધર્યું હતું.

- લિકેજને કારણે આસપાસના વિસ્તારમાં ગેસ પુરવઠાને અસર પહોંચી હતી

ગેસ પાઇપ લાઇનમાં લિકેજ થવાને કારણે આગ લાગી હોવાનું જણાય છે

-વડોદરા ફાયર બ્રિગેડના સૈનિક ધર્મેશ જાધવે જણાવ્યું હતું કે, અલકાપુરી વિસ્તારમાં પાણીના વાલ્વની પાસે જ આગ લાગી હતી. આ વાલ્વની નજીકથી કોઇ ગેસ પાઇપ લાઇન નીકળતી હશે. અને તે ગેસ પાઇપ લાઇનમાં લિકેજ થવાને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાય છે. અમે લોકોએ ડીસીપી પાઉડર છાંટીને આગ પર કાબૂ મેળવ્યો હતો.

વારંવાર ગેસ પાઇપ લાઇનમાં લિકેજ થાય છે

-વડોદરા શહેરમાં ગેસ પાઇપ લાઇનોમાં લિકેજની અનેક ઘટનાઓ આ પહેલા પણ બની ચૂકી છે. ગત 20 નવેમ્બરે જ વડોદરાની વૃંદાવન ચોકડી પાસે અચાનક જ ગેસ લાઈનમાં આગ ફાટી નીકળી હતી.

વધુ તસવીરો નિહાળવા માટે ફોટો બદલતા જાવ...

X
વડોદરા કોર્પોરેશનના ગેસ વિભાગની ટીમ સ્થળ પર દોડી ગઇ, ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યોવડોદરા કોર્પોરેશનના ગેસ વિભાગની ટીમ સ્થળ પર દોડી ગઇ, ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો
રોડ પર આગની ઘટનાથી લોકોમાં કૂતુહલની સાથે અફરાતફરી મચી ગઇરોડ પર આગની ઘટનાથી લોકોમાં કૂતુહલની સાથે અફરાતફરી મચી ગઇ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી