લોકસભા / વડોદરામાં CM રૂપાણી સામે સરકારી તંત્રનો ઉપયોગ કરવા બાબતે કોંગ્રેસે આચારસંહિતા ભંગની ફરિયાદ કરી

કોંગ્રેસના અગ્રણીઓએ સીએમ સામે ચૂંટણી અધિકારીને આચારસંહિતા ભંગની ફરિયાદ કરી હતી
કોંગ્રેસના અગ્રણીઓએ સીએમ સામે ચૂંટણી અધિકારીને આચારસંહિતા ભંગની ફરિયાદ કરી હતી

  • ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ઋત્વીજ જોષીએ ફરિયાદ નોંધાવી
     

DivyaBhaskar.com

Mar 29, 2019, 02:38 PM IST

વડોદરાઃ મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે વડોદરામાં આદર્શ ચૂંટણી આચારસંહિતા ભંગની ફરિયાદ કોંગ્રેસ દ્વારા ચૂંટણી અધિકારીને કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ઋત્વીજ જોષીએ જણાવ્યું હતું કે, વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રંજનબહેન ભટ્ટનું ઉમેદવારી પત્ર ભરવા માટે આજે મુખ્યમંત્રી વડોદરા આવ્યા હતા. હાલ લોકસભા ચૂંટણી માટે આદર્શ ચૂંટણી આચારસંહિતા લાગેલી છે, ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ VIP પ્રોટોકોલ વિના આવવાનું હોય છે. પરંતુ તેઓના કાફલમાં સરકારી તંત્રનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

જાહેરનામા વિના જ રસ્તાઓ બંધ કરી દેવાયા
ઋત્વીજ જોષીએ વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીના આગમન સમયે જી.ઇ.બી.ના વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કોઇપણ જાતના જાહેરનામા વિના મુખ્ય રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા. જેનાથી આદર્શ ચૂંટણી આચાર સંહિતાનો ભંગ થાય છે. જેથી તેઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગણી છે.

આચારસંહિતા ભંગની ફરિયાદ મામલે તપાસ થશે
મુખ્ય ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, ચૂંટણી આચારસંહિતા ભંગની ફરિયાદ આજે મળી છે. આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવશે. આ ફરિયાદ સામે તપાસ કરીને તેઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અગ્રણી ઋત્વિજ જોષીએ વડોદરા શહેરમાં ભાજપના ઉમેદવાર રંજનબહેન ભટ્ટ અને એરપોર્ટ ઉપર લાગેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હોર્ડીંગ્સ વિષે પણ ગુરૂવારે ચૂંટણી અધિકારીને રજૂઆત કરી હતી. તેમની રજૂઆત બાદ ચૂંટણી તંત્ર દ્વારા હોર્ડિંગ્સ ઉપર સફેદ પટ્ટો મારી દેવામાં આવ્યો હતો.

X
કોંગ્રેસના અગ્રણીઓએ સીએમ સામે ચૂંટણી અધિકારીને આચારસંહિતા ભંગની ફરિયાદ કરી હતીકોંગ્રેસના અગ્રણીઓએ સીએમ સામે ચૂંટણી અધિકારીને આચારસંહિતા ભંગની ફરિયાદ કરી હતી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી