વડોદરા / રેલવે સ્ટેશન, યુનિવર્સિટી બાદ હવે સ્કૂલોમાં પણ સેનેટરી નેપકીન છોકરીઓને સહેલાઇથી મળી શકશે

After the railway station, after the university, sanitary napkin girls in schools can easily get it
X
After the railway station, after the university, sanitary napkin girls in schools can easily get it

  • સ્કૂલમાં સેનેટરી વેન્ડિંગ મશીન મૂકાયું, 
  • રૂા.5નો સિક્કો નાખી નેપકીન મળશે 
  • 150 સ્કૂલો આવરી લેવાશે

divyabhaskar.com

Feb 12, 2019, 02:26 AM IST
વડોદરા: શહેરમાં શાળામાં ભણતી છોકરીઓને પણ સેનેટરી નેપકીન આસાનીથી મળી રહે તે માટે શાળાઓમાં પણ સેનેટરી વેન્ડિંગ મશીનો મૂકાવાની શરૂઆત થઇ ગઇ છે. તાજેતરમાં માંજલપુરના અંબે વિદ્યાલય ખાતે આવું એક મશીન મૂકાયું છે. જ્યારે આગામી અઠવાડિયે કોર્પોરેશનની 100 જેટલી અને જિલ્લા પંચાયતની 50 સ્કૂલોમાં પ્રાથમિક તબક્કે સેનેટરી વેન્ડિંગ મશીનો મૂકાશે.  વડોદરામાં આ અગાઉ રેલવે સ્ટેશન અને યુનિવર્સિટીમાં આ પ્રકારનાં વેન્ડિંગ મશીનો મૂકાયાં છે.
1. અલાયદા સ્થળે આ મશીન મૂક્યાં
જય અંબે સ્કૂલનાં આચાર્યા આરતી જોશીપુરાએ જણાવ્યું કે, ‘ અત્યાર સુધી સેનેટરી નેપકીનની જરૂરિયાતન ધ્યાનમાં રાખીને અમે સ્કૂલમાં ઓફિસમાં લેડી સુપરવાઇઝરની દેખરેખ હેઠળ રાખતાં હતાં પણ સ્કૂલની વિદ્યાર્થિનીઓને આસાનીથી મળી રહે તે માટે આ અલાયદા સ્થળે આ મશીન મૂક્યાં છે, જેમાં રૂ.5નો સિક્કો નાંખીને એક બટન ક્રોસ કરીને મેળવી શકે છે. આ ઉપરાંત વપરાયેલા નેપકીનને બાળવા માટેનું મશીન પણ તેની સાથે જ રાખવામાં આવ્યું છે.’
2. 150 સ્કૂલોમાં પણ મશીન મૂકાવાનાં છે
વડોદરા અને દેશનાં વિવિધ રાજ્યોમાં સેનેટરી નેપ્કિન સહિતની જાગૃતિ અંગે કામ કરનાર સ્વાતિ બેડેકરે જણાવ્યું કે, ‘ હવે વડોદરામાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની 150 સ્કૂલોમાં પણ સેનેટરી વેન્ડિંગ મશીન મૂકાવાનાં છે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી