અકસ્માત / વડોદરામાં વાહન ચાલકે ટક્કર મારતા હેલ્મેટ વિના નીકળેલા યુવાનનું મોત, બાઇક 500 ફૂટ ફંગોળાયું

DivyaBhaskar.com | Updated - Jan 14, 2019, 10:30 AM
accident in vadodara and one youn man death
X
accident in vadodara and one youn man death

  • ફતેગંજ બ્રિજ ઉપર 7-સીઝના વળાંકમાં 18 કલાકમાં બે અકસ્માત 

વડોદરા: શહેરના ફતેગંજ બ્રિજ ઉપર 7-સીઝના વળાંક પાસે વડોદરા તાલુકાના વિરોદ ગામમાં રહેતા મિતુલ કપિલભાઇ પટેલ નામનો યુવાનને અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા 500 ફૂટ સુધી ફંગોળાયો હતો. હેલ્મેટ પહોર્યું ન હોવાથી તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

મોડી રાત્રે અકસ્માતનો બનાવ બન્યો હતો

1.

 મિતુલને માથામાં ગંભીર ઇજા પહોંચતા સ્થળ પર જ મોતને ભેટ્યો હતો. મોડી રાત્રે અકસ્માતનો બનાવ બનતા જ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. 18 કલાક પૂર્વે આ જ બ્રિજ પર બુલેટ સવાર 3 યુવાનોને અકસ્માત નડ્યો હતો. જેમાં 2 યુવાનોના મોત નીપજ્યાં હતા. એક જ સ્થળે 18 કલાકમાં અકસ્માતના બે બનાવો બનતા બ્રિજ ઉપર વળાંક વાહન ચાલકો માટે હવે જોખમી પુરવાર થઇ રહ્યો છે.

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App