તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Your Friend Will Inform You Of Your Relationship Says Blackmail Ex Friend Grabbed Jewelry 080523

તારા પતિને આપણા સંબંધોની જાણ કરી દઈશ, તેમ કહી બ્લેકમેઇલ કરી પૂર્વ મિત્રે દાગીના પડાવ્યા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંજલપુરની પરિણીતાને પૂર્વ મિત્રે સંબંધોની જાણ પતિને કરવાની ધમકી આપી મંગળસૂત્ર અને સોનાનો સેટ પડાવી લઇ ગીરવે મૂકી દીધો હતો. પરિણીતાએ અભયમની મદદ લેતાં છટકું ગોઠવી તેને પકડી લીધો હતો. પોલીસ ફરિયાદ કરવાનું કહેતા પૂર્વે મિત્રે ગીરવે મૂકેલા દાગીના લઇ પરત આપી હેરાન નહીં કરવાની ખાતરી આપતાં જવા દીધો હતો. અભયમે પરિણીતાના પતિને પણ ઘટનાની જાણ કરતાં તેણે પણ પત્નીની ભૂલને માફ કરી દીધી હતી.

માંજલપુર વિસ્તારમાં રહેતી 30 વર્ષની મહિલા અંજના ( નામ બદલ્યું છે)ને લગ્ન પહેલાં એક યુવક સાથે મિત્રતા હતી. પરિવારે લગ્ન કરાવી દીધા બાદ અંજનાનું સુખી દાંપત્ય જીવન હતું. દરમિયાન લગ્ન પહેલાંનો મિત્ર અચાનક મળી ગયો હતો. તેણે બંને વચ્ચેના સંબંધોની તેના પતિને જાણ કરી દેવાની ધમકી આપી હતી.

પરિણીતાએ એવું નહીં કરવા કાકલૂદી કરતાં યુવકે મજબૂરીનો લાભ લઇ પરિણીતાનું મંગળસૂત્ર અને સોનાનો સેટ પડાવી લીધો હતો. થોડા સમય પછી પરિણીતાના પતિએ દાગીના વિશે પૂછતાં તે હેબતાઇ ગઇ હતી. તેણે પતિને બહાનું બતાવી વાત ટાળી દીધી હતી

આખરે તેણે અભયમની ટીમને મળી પોતાની વ્યથા જણાવી હતી. ટીમે છટકું ગોઠવી પરિણીતાના મિત્રને પકડી પાડ્યો હતો. તું બ્લેકમેઇલ કરે છે એટલે ગુનો બને છે, તારે અંજનાનું મંગળસૂત્ર અને સેટ આપી દેવો પડશે તેવું ટીમે કહેતાં યુવકે દાગીના મણપ્પુરમ માં રૂા. 51 હજારમાં ગીરવે મૂકી દીધા હોવાની કેફિયત કરી હતી. ગભરાયેલા યુવકે એક દિવસની મુદ્દત માગી હતી. તેણે શનિવારે રૂપિયાની વ્યવસ્થા કરી ફાઇનાન્સ કંપનીમાં ભરી ગીરવે મૂકેલું સોનું પરત મેળવ્યું હતું. ઉપરાંત ફરીવાર અંજનાને હેરાન નહીં કરે તેવી ખાતરી આપી હતી. ઘણા દિવસોથી પતિથી વાત છુપાવી હોઇ પરિણીતાને ડર લાગતાં અભયમની ટીમે પતિને ઘટનાથી વાકેફ કર્યા હતા. બંને વચ્ચે લગ્ન પહેલાં ફક્ત મિત્રતા હતી, તેનો ગેરલાભ લઇ તે બ્લેકમેઇલ કરતો હોવાની વાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...