તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News Your Credit Card Money Has Been Deducted You Have To Pay A Refund Say Rs 50998 Were Deleted 075553

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તમારા ક્રેડિટ કાર્ડના પૈસા કપાયા છે, તેનું રિફંડ આપવાનું છે, કહી ભાયલીના યુવકના ખાતામાંથી રૂા. 50,998 કાઢી લીધા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

શહેર નજીક ભાયલી ગામમાં રહેતા યુવકને રાહુલ શર્મા નામના ભેજાબાજે ફોન કરી તમારા ક્રેડિટ કાર્ડના પૈસા કપાયેલા છે તેનું રિફંડ આપવાનું છે, તેમ જણાવી યુવક પાસેથી બેંક ખાતાની તમામ માહિતી મેળવી લીધી હતી. ત્યારબાદ ગઠિયાએ યુવકના મોબાઇલ ફોન પર આવેલા ઓટીપી નંબર મેળવી તેના ખાતામાંથી 50,998 રૂપિયા ઉપાડી લીધા હતા. આ અંગે યુવકે ફરિયાદ નોંધાવતાં તાલુકા પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.

ઠગાઈના આ બનાવ અંગે પ્રાપ્ત થયેલી જાણકારી અનુસાર ભાયલીમાં રહેતા માનજીભાઇ નાગજીભાઇ બારિયાએ તાલુકા પોલીસમાં રાહુલ શર્મા નામના ભેજાબાજ સામે ફરિયાદ નોંધાવી હતી.

જેમાં જણાવ્યું હતું કે, ગત 11 માર્ચના રોજ સાંજે તેમને રાહુલ શર્મા નામના શખ્સે ફોન કરી તમારા ક્રેડિટ કાર્ડમાંથી જે પૈસા કપાયા છે તેનું તમને રિફંડ આપવાનું છે, જેથી એકાઉન્ટ વેરિફાય કરવું પડશે તેમ કહ્યું હતું. ત્યારબાદ તમારા મોબાઇલમાં છ આંકડાનો જે નંબર છે તે આપો, તેમ જણાવતાં માનજી બારિયાએ છ આંકડાનો નંબર આપ્યો હતો. રાહુલે ફરીથી બીજો છ આંકડાનો નંબર મોકલતાં તે પણ તેને આપ્યો હતો. રાહુલ દ્વારા ત્રણ વખત આ પ્રકારે છ આંકડાનો નંબર મોકલીને માગવામાં આવ્યો હતો.

આ ઓટીપીના આધારે ભેજાબાજ દ્વારા માનજી બારિયાના ખાતામાંથી 50,998 રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા. માનજીએ આ અંગે ફરિયાદ નોંધાવતાં તાલુકા પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.

અંગ્રેજી આવડતું ન હોવાથી બીજા દિવસે જાણ થઇ

યુવકે રાહુલ શર્માએ પૂછેલી તમામ માહિતી આપી દીધા બાદ તેને મોબાઇલ પર ધડાધડ મેસેજ આવ્યા હતા. યુવકે આ તમામ મેસેજ જોયા પણ ખરા પણ તેને અંગ્રેજી આવડતું ન હોવાથી તેણે મેસેજ વાંચ્યા ન હતા. બીજા દિવસે તે પોતાની કંપની પર ગયો ત્યારે તેણે પોતાના એક સાથી કર્મચારીને તમામ મેસેજ વંચાવ્યા, ત્યારે તેને જાણ થઇ કે તેના ક્રેડિટ કાર્ડમાંથી ધડાધડ બે ટ્રાંજેક્શનમાં 50 હજાર કરતાં વધુ રકમ ઊપડી ગઇ હતી. રાહુલ શર્માએ 17 હજારનું ટ્રાંજેકશન કરવાનો પણ પ્રયાસ કર્યો હતો, જોકે ક્રેડિટ કાર્ડની લિમિટ 17 હજાર કરતાં ઓછી હોવાથી તે પૈસા ઉપાડી શકયો ન હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો