તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Writing Answer In Paper Or In The Answer Sheet Teachers Are Confused 075004

પેપરમાં જવાબ લખાવવા કે ઉત્તરવહીમાં? શિક્ષકો મૂંઝાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં 8 એપ્રિલથી પરીક્ષાઓ શરૂ થઇ છે. ધો. 5 થી 8ના વિદ્યાર્થીઓને ઉત્તરવહીઓમાં લખવાની સૂચનાઓ આપી છે. જોકે ધો. 5માં પર્યાવરણના પેપરમાં જ લખી શકાય તે પ્રકારનું પેપર નીકળ્યું હતું.જેના પગલે શિક્ષકો મૂંઝાયા હતા અને ઘણા તાલુકાઓમાં ઉત્તરવહીની જગ્યાએ પેપરમાં જ લખાવામાં આવ્યું છે.

પ્રાથમિક શાળાઓની પરીક્ષાઓમાં પેપરમાં જ લખી શકાયે તે પ્રકારનું પ્રશ્નપત્ર કાઢવામાં આવતા શિક્ષકો અટવાઇ ગયા હતા. તા. 8ના રોજ ગણિતનું પ્રશ્નપત્ર પણ એ જ પ્રકારે કાઢવામાં આવ્યું હતું જોકે તેમા ઉત્તરવહીઓમાં જ વિદ્યાર્થીઓને લખાવામાં આવ્યું હતું. બુધવારે પર્યાવરણના પેપેર પણ એ જ પ્રકારે આવ્યું હતું. કેટલીક શાળાઓમાં પેપેરની અંદર જ જવાબો લખવાની શરૂઆત કરી દેવાઇ હતી. પંરતુ પાછળથી સૂચનાઓ મળતા ઉત્તરવહીમાં લખાવાની શરૂઆત કરાઇ હતી. ડભોઇ તાલુકામાં આચાર્યોના ગૃપમાં વ્હોટસએપના માધ્યમથી ધોરણ 5નું પેપરમાં જ લખવાનું જણાવાયું હતું. એટલે દરેક ગ્રુપમાં ધોરણ 5નું પર્યાવરણનું પેપર ઉત્તરવહીના બદલે પેપરમાં જ જવાબો લખ્યા હતા. પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી દ્વારા કોઇ પણ પ્રકારનું કો-ઓડીનેશન ના હોવાના કારણે આ સમસ્યાઓ ઉભી થઇ હતી. બીજી તરફ વિવિધ શિક્ષણ સંઘોના હોદેદારો પોતાની રીતે સૂચનાઓ જારી કરતા હોવાનું પણ શિક્ષકો જણાવી રહ્યા છે. જેના પગલે આ સ્થિતિ સર્જાય છે.

હાલમાં પ્રાથમિક શાળામાં લેવાતી પરીક્ષા મામલે સંકલન ન હોવાની બેદરકારી છતી થવા પામી છે. જેને પગલે શિક્ષકો અને બાળકોને મૂંઝવણભરી સ્થિતિમાં મૂકાવવુ પડે છે.

અન્ય સમાચારો પણ છે...