તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News Wrap Rapes Controversy Over The Hanging Of Clip Of Supreme Supreme 4 Being Viral 080100

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેપ મરજીથી થાય છે, સુપ્રીમે 4 ને આપેલી ફાંસી ખોટીની ક્લિપ વાઇરલ થતાં વિવાદ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડતાલ સ્વામીનારાયણ મંદિરમાં યોજાયેલા શાકોત્સવ દરમિયાન લાલજી મહારાજે આપેલા પ્રવચનનો એક ભાગ એડિટ કરી કેટલાક શખ્સોએ ક્લિપ વાઇરલ કરતાં વિવાદ સર્જાયો છે. આ વાઇરલ ક્લિપમાં લાલજી મહારાજને એવું બોલતા દર્શાવાયા છે કે બળાત્કાર ભગવાનની મરજીથી થાય છે. તેથી સુપ્રીમ કોર્ટે જે ચાર લોકોને ફાંસીની સજા આપી છે તે ખોટી છે . વડતાલ સ્વામીનારાયણ મંદિરના હરિભક્તોની લાગણી દુભાતાં સોમવારે તેમણે શહેર પોલીસના સાઇબર ક્રાઇમ સેલમાં ફરિયાદ કરીને જવાબદારો સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી.

લક્ષ્મીનારાયણ યુવક મંડળના આગેવાન હરિભક્તોએ સાઇબર સેલ શાખામાં ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે ગત 10 જાન્યુઆરીએ વડતાલમાં રઘુવીર વાડીમાં શાકોત્સવનું આયોજન કરાયું હતું, સભામાં વડતાલના ભાવી આચાર્ય 108 નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ દ્વારા પ્રવચન અપાયું હતું. પ્રવચનમાં ઉપદેશ આપવાના હેતુથી ઉદાહરણ આપી નૃગેન્દ્રપ્રસાદ મહારાજ દ્વારા સમજણ અપાઇ હતી અને તેનું વીડિયો રેકોર્ડિંગ કરાયું હતું. આ પ્રવચનમાંથી અધૂરો વીડિયો ક્લિપ કરીને તેને ફેસબુક પર મૂકવામાં આવ્યાે છે.જેથી સ્વામીનારાયણના મૂળ સિદ્ધાંતને માનનારા હરિભક્તોની લાગણી દુભાઇ છે. આ કૃત્ય કરનારાઓને શોધી કાઢી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા અને સખ્ત સજા કરવાની માગ કરાઇ હતી.

હરિભક્તોએ જણાવ્યું હતું કે આ વાઇરલ ક્લિપમાં લાલજી મહારાજ એવું બોલતા દર્શાવાયા છે કે બળાત્કાર ભગવાનની મરજીથી થાય છે. તેથી સુપ્રીમ કોર્ટે જે ચાર લોકોને ફાંસી આપી છે તે ખોટી છે. હરિભક્તોએ ઓરિજનલ ક્લિપ પણ જાહેર કરી હતી. જેમાં સ્પષ્ટ થાય છે કે ક્લિપમાં લાલજી મહારાજનો કહેવાનો મતલબ જ અલગ છે.

ફેસબુક પર વીડિયો ક્લિપ વાઇરલ કરાઇ
હરિભક્તોએ પોલીસને જણાવ્યું હતું કે એડિટ વીડિયો ક્લિપને ફેસબુક પર દેવ જોહરિયો તેમજ વાયડો પટેલ તથા અન્ય 11 જણાઓએ વાઇરલ કરી હતી. હરિભક્તોએ આ મામલે સીડી પણ પોલીસને આપી પગલાં લેવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો