તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રૂા.500ના બંડલની લાલચ આપી મહિલાની ચેઇન પડાવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજમહેલ રોડ પર પસાર થઇ રહેલી આધેડ મહિલાને મારે સુરત જવું છે પણ ભાડું નથી તેમ જણાવી રસ્તામાં રોક્યા બાદ એક ગઠિયાએ આવીને મહિલાને 500નું બંડલ આપવાની લાલચ આપી ચેઇન ઉતરાવી બંને ફરાર થઇ ગયા હતા. મહિલાએ થોડી વાર બાદ બંડલ જોતાં તેમાં કાગળોનું બંડલ જોવા મળ્યું હતું.

દાંડિયા બજાર અલંકાર ટાવરમાં રહેતાં કંકુબેન ગેમાભાઇ બારિયા સાંજના સમયે માર્કેટ ચાર રસ્તા થઇ ઘેર પરત આવતાં હતાં ત્યારે સત્યવિજય દુકાન પાસે 12 વર્ષનો કિશોર તેમને મળ્યો હતો અને મારા શેઠે મને કાઢી મૂક્યો છે, મારે સુરત જવું છે, ભાડું નથી તેથી મને ભાડુ આપો તેમ જણાવી તેમને રોક્યાં હતાં. તે સમયે અન્ય એક 25 વર્ષનો યુવક તેમની પાસે આવ્યો હતો અને જણાવ્યું હતું કે મારી પાસે 500નું બંડલ છે હું તને ભાડું આપું છું તેમ જણાવી બંડલમાંથી 500ની નોટ કાઢી કિશોરને આપી હતી. આ ગઠિયાએ ત્યારબાદ બંડલ કંકુબેનને આપી તમે આ બંડલ રાખો અને તમે પહેરેલી સોનાની જૂની ચેઇન મને આપી દો. તેમ જણાવતાં મહિલા લલચાઇ ગઇ અને તેમણે ચેઇન કાઢી આપી દીધી હતી. ગઠિયાએ બંડલ મહિલાની થેલીમાં મૂકી બંને જતા રહ્યા હતા. ત્યારબાદ તેમણે થેલીમાં જોતાં કોરા કાગળોનું બંડલ જણાયું હતું. પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...