ખરીદીના બહાને બાળકો લઇને નીકળેલી મહિલાઓને ખખડાવી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લૉકડાઉનમાં બહાર નીકળનારા 20થી વધુ સામે ફરિયાદ

વડોદરા | દાંડીયા બજાર ચાર રસ્તા અને વાડી વિસ્તારમાં સોમવારે પોતાના નાના બાળકોને લઇને કેટલીક મહિલાઓ વાહન લઇને નિકળી હતી. પોલીસે તેમને અટકાવતા આ મહિલાઓએ ખરીદી કરવા જતી હોવાનું જણાવ્યું હતું. કોરોનાના સંક્રમણમાં બાળકો અને વૃદ્ધોએ ખાસ સાચવવાનું હોવા છતાં મહિલાઓ બાળકોને લઇને બહાર નિકળતાં પોલીસે તમામ મહિલાઓને અટકાવી હતી અને ખખડાવી નાંખી હતી. પોલીસે વાહનો જપ્ત કરીને ગુનો નોંધવાની ચીમકી આપતાં મહિલાઓ રડમસ થઇ ગઇ હતી. પોલીસે આ મહિલાઓને સમજણ પણ આપી હતી કે આપણા સ્વાસ્થ્ય માટે જ લૉકડાઉન છે અને તમે તેની ગંભીરતા પણ સમજતા નથી. પોલીસના કડક વલણથી મહિલાઓ કંઇ બોલી શકી ન હતી. પોલીસે મહિલાઓને ઘેર પરત મોકલી દીધી હતી. બીજી તરફ માત્ર શહેરના વિવિધ વિસ્તારોમાં માત્ર રખડવાના ઇરાદે ફરવા નિકળેલા અને દુકાનો ખોલનારા 20થી વધુ લોકો સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો.પોલીસે સોમવારે 209 વાહન ચાલકોના વાહનો ડિટેન કર્યા હતા.
અન્ય સમાચારો પણ છે...