તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Women In The City Will Lead Gujarat In National Level Athletics Competition 073130

રાષ્ટ્રીય કક્ષાની માસ્ટર્સ એથ્લેટિક્સ સ્પર્ધામાં શહેરની મહિલાઓ ગુજરાતનું નેતૃત્વ કરશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માસ્ટર એથ્લેટિક્સ અેસોસિએશન ઓફ ગુજરાત અને જિલ્લા માસ્ટર્સ એથ્લેટિક એસોસિએશન પોરબંદરે પ્રથમ ગુજરાત મહિલા એથ્લેટિક્સ સ્પર્ધા પોરબંદર ખાતે યોજી હતી. જેમાં રાજ્યની 35 વર્ષ ઉપરની 100 જેટલી બહેનોએ ભાગ લીધો હતો.જેમાં શાલીની દાતારે અબોવ-75 100મી અને 200 મીની દોડમાં સુવર્ણ પદક, સુનીતા જોશીએ અબોવ-70 100મી અને 200મી ઝડપ ચાલમાં સુવર્ણ પદક, શાતાંબેન પટેલે અબોવ-65 200મી અને 800મી ચક્રફેંકમાં સુવર્ણ પદક અને કાસ્ય ચંદ્રક, ઉષાબેન શાહે અબોવ-65 લાંબી કૂદમાં સુવર્ણ પદક અને 200મી અને 400મી દોડમાં રજત પદક, ઉષાબેન ગોસ્વામીએ અબોવ-65 ઝડપી ચાલમાં સુવર્ણ પદક અને ગોળા ફેંકમાં કાંસ્ય પદક, રઝિયા શેખે અબોવ-60 ભાલાફેંક અને ગોળાફેંકમાં સુવર્ણ પદક અને ચક્રફેંકમાં કાસ્ય પદક, ભાવનાબેન પટેલે અબોવ-60 200મી દોડમાં કાંસ્ય પદક, ઇલા ચૌહાણે અબોવ-50 ગોળાફેંક અને લરછીફેંકમાં સુવર્ણ પદક અને હથોડા ફેંકમાં રજત પદક, દિવ્યા પટેલે અબોવ-45 ભાલા ફેંક અને 80મી વિધ્ન દોડમાં સુવર્ણ પદક અને 400મી વિધ્ન દોડમાં રજત પદક, રમીંદર કૌરે અબોવ-45 ગોળાફેંકમાં સુવર્ણ પદક, અને ચક્રફેંકમાં રજત પદક, મોનીકા શાહે A-40 100મી દોડ અને ભાલાફેંકમાં સુવર્ણ પદક અને ચક્રફેંકમાં કાસ્ય પદક મેળવ્યો હતો.

Women On Top

સ્પર્ધામાં રાજ્યભરની 100થી વધુ મહિલા ખેલાડીઓએ ભાગ લીધો હતો
ગુજરાત રાજ્ય મહિલા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં મહિલાનો દબદબો
અન્ય સમાચારો પણ છે...