• Gujarati News
  • National
  • Vadodara News Within 2 Days The Charge Of The Fire Brigade Changed So Far Charge Patel 074028

2 દિવસમાં ફાયરબ્રિગેડનો હવાલો બદલાયો,હવે સુધીર પટેલને ચાર્જ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલિકાના વર્ગ-1ના છ અધિકારીઓનાં ખાતાંની ફાળવણીમાં ફેરફાર કરતો હુકમ મોડી સાંજે જારી કરવામાં આવ્યો હતો. જેમાં, પાણી પુરવઠાની કામગીરીમાંથી એડિશનલ સિટી એન્જિનિયર શૈલેશ મિસ્ત્રીને મુક્તિ આપીને એડિશનલ સિટી એન્જિનિયરનો હવાલો અમૃત મકવાણાને આપવામાં આવ્યો હતો.

અત્રે નોંધનીય છે કે, સોમવારે મ્યુ.કમિશનરે એડિશનલ સિટી એન્જિનિયર શૈલેશ નાયક પાસેથી સિટી બસ, ફાયર બ્રિગેડ અને વ્હીકલ પુલની જવાબદારી લઇને ડેપ્યૂટી કમિશનર ધવલ પંડ્યાને સુપરત કરી હતી. જે પૈકી, ફાયર બ્રિગેડની જવાબદારી ગુરુવારે ધવલ પંડ્યા પાસેથી પરત લઇને ડે.કમિશનર(વ) સુધીર પટેલને આપવામાં આવી હતી અને ડે.કમિશનર સુધીર પટેલનો પશ્ચિમ ઝોનના ડેપ્યૂટી કમિશનરનો હવાલો ધવલ પંડ્યાને આપવામાં આવ્યો છે.

એડિશનલ સિટી એન્જિનિયર ધીરેન તળપદાને ઝૂ અને પાર્ક્સ-ગાર્ડન વિભાગની કામગીરીમાંથી મુક્તિ આપીને તેની જવાબદારી ઇન્ચાર્જ સિટી એન્જિનિયર પી એમ પટેલને આપવામાં આવી છે. ઇન્ચાર્જ એડિશનલ સિટી એન્જિનિયર શૈલેશ મિસ્ત્રી પાસે જમીન મિલકત,ટીપી,બાંધકામ પરવાનગી ઉપરાંત પાણી પુરવઠા વિભાગની જવાબદારી હતી. કાર્યભાર વધુ હોવાની રજૂઆત કરાયા બાદ મ્યુ.કમિશનરે શૈલેશ મિસ્ત્રી પાસેથી પાણી પુરવઠા વિભાગની જવાબદારી પાછી લઇને કાર્યપાલક ઇજનેર અમૃત મકવાણાને પાણી પુરવઠા વિભાગના એડિશનલ સિટી એન્જિનિયર તરીકે હવાલો અપાયો છે.

પાલિકામાં ખાતાઓમાં ફેરફારનો દોર આગળ વધ્યો

ધવલ પંડ્યાને હજુ સોમવારે જ ફાયર બ્રિગેડ અપાયું હતું

પાલિકાના ડેપ્યૂટી કમિશનર સુધીર પટેલ ટ્રમ્પ વિઝિટની સંકલન સમિતિમાં મૂકાયા

અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ અને ભારતના વડાપ્રધાનની અમદાવાદ ખાતેની મુલાકાતની વ્યવસ્થા માટેની સમિતિમાં વડોદરાના ડેપ્યૂટી મ્યુનિસિપલ કમિશનર સુધીર પટેલને સ્થાન આપવામાં આવ્યું છે. આ કામગીરી માટે ડેપ્યૂટી કમિશનર સુધીર પટેલ શુક્રવારે અમદાવાદ જવા રવાના થશે. આ કામગીરી માટે સુધીર પટેલને બાર દિવસ અમદાવાદ રહેવું પડશે અને તેના કારણે તેમનાં ખાતાંઓની કામગીરીમાં કોઇ વિક્ષેપ ના પડે તે માટે મ્યુ.કમિશનરે પાંચ અધિકારીઓ વચ્ચે ખાતાંઓની ફાળવણી વિભાગીય વડા તરીકે કરી છે. જેમાં, ડેપ્યૂટી કમિશનર ધવલ પંડ્યાને સામાન્ય વહીવટ,ઇન્ક્વાયરી,વિજિલન્સ અને ફાયર બ્રિગેડ, ચીફ એકાઉન્ટન્ટ સંતોષ તિવારીને હિસાબી,આસિ.કમિશનર જિગ્નેશ ગોહિલને રેવન્યૂ વિભાગની જવાબદારી સોંપાઇ છે. જ્યારે, સ્માર્ટ સિટીના સીઇઓ તરીકે આઇટી ડાયરેકટર મનીષ ભટ્ટ રહેશે. આ જવાબદારી હંગામી ધોરણે રહેશે.
અન્ય સમાચારો પણ છે...