તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદ્યાર્થીઓ માટે સત્તાધીશો પાણીની વ્યવસ્થા કરશે ?

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

CC મહેતામાં થતા કાર્યક્રમમાં 20% રિઝર્વેશન હોવું જોઈએ !

મહારાજા સયાજીરાવ યુનીવર્સિટીના ચંદ્રવદન ચીમનલાલ મહેતા ઓડિટોરિયમ ખાતે થતા કાર્યક્રમમાં યુનિનાં વિદ્યાર્થીઓને ડિસ્કાઉન્ટ આપવું જોઈએ કે નહિ તે વિષયને લઈને વિદ્યાર્થીઓમાં ચર્ચા ચાલી હતી. વિદ્યાર્થીઓમાં ચર્ચા કરી રહ્યા હતા કે સી.સી.મહેતા ઓડિટોરિયમમાં થતા કાર્યક્રમમાં યુનિનાં વિદ્યાર્થીઓ માટે 20% રિઝર્વેશન હોવું જોઈએ. એમ કરવાથી વિદ્યાર્થીઓને વિવિધ કાર્યક્રમમાં જવાની તક મળશે અને તેઓની આંતરિક યોગ્ય્તાઓનો વિકાસ થશે.

નવું લાવવાના રૂપિયા ના હોય તો ભંગાર વેચીને ભેગા કરો

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની હેડ ઓફિસ ખાતે વિદ્યાર્થીઓ પોતાની સમસ્યાના સમાધાન માટે જતા હોય છે ત્યારે હેડ ઓફિસની પાસે પડેલા ભંગારમાં બગડેલા કુલર જોઈને વિદ્યાર્થીઓમાં ચર્ચા ચાલી હતી કે યુનિનાં સત્તાધીશો આ બગડેલા કુલરોને વેચીને યુનિ નવા કુલર લાવી પાણીની સમસ્યા છે તેનું નિરાકરણ લાવશે કે નહિ. યુનિ નવું લાવવા માટે પૈસા નથી ખર્ચી શકતી તો છેલ્લે ભંગાર વેચીને વિદ્યાર્થીઓના હિતમાં કામ કરે તો સારું કહેવાય.

આર્ટ્સ ફેકલ્ટીમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે રેમ્પ બની રહ્યો છે

MSUની ફેકલ્ટી ઓફ આર્ટ્સના સત્તાધીશો દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે રેમ્પ બનાવી રહ્યા છે. યુનિની હેડ ઓફિસ પાસે બગડેલા કુલર એટલા બધા છે કે જેને વેચીને યુનિ નવા કુલર લાવીને જ્યાં પાણીની સમસ્યા છે તેનું નિરાકરણ લાવી શકે છે.

સમગ્ર વિષયમાં તેના ડોમના કારણે પ્રખ્યાત ફેકલ્ટી ઓફ આર્ટ્સના સત્તાધીશો દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે રેમ્પ બનાવવામાં આવી રહ્યો છે. જે જોઈને વિદ્યાર્થીઓમાં ચર્ચા ચાલી હતી કે વર્ષોથી વડાપ્રધાન દિવ્યાંગો માટે સુવિધા કરવાનું કહી રહ્યા હતા તો પણ ફેકલ્ટી ઓફ આર્ટ્સને કેમ બાદ કરવામાં આવી હતી.

CAMPUS

ઈનસાઈડર
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો