તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Widows Waiting For Help In Lockdown Quotsir Life Has Become Difficultquot 070607

લોકડાઉનમાં મદદની રાહ જોતી વિધવાઓ, “સાહેબ, જીવન જીવવું મુશ્કેલ બન્યું છે”

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકડાઉનની ગોઝારી પરિસ્થિતિમાં કેટલાક પરિવારોનું જીવન જીવવું ખરેખર મુશ્કેલ બન્યું છે. કિશનવાડી વિસ્તારમાં આવેલા ઝંડાચોક ઝૂંપડપટ્ટીમાં પરિવારના સભ્યોને ગુમાવી એકલી રહેતી વૃદ્ધ મહિલાઓ પોતાની વેદના જણાવી સરકાર પાસે મદદની માંગ કરી રહી છે.

વડોદરામાં જાહેર કરાયેલા લોકડાઉનથી એક તરફ લોકોના ધંધા રોજગાર બંધ છે. તો બીજી તરફ ઘરકામ અને મજૂરીકામ કરી પરિવારનો પેટનો ખાડો પૂરતી વૃદ્ધ મહિલાઓ મરવાના વાંકે જીવવા મજબૂર છે. શહેરના કિશનવાડીમાં આવેલા ઝંડા ચોક ઝૂંપડપટ્ટીમાં અનેક વિધવા મહિલાઓ રહે છે. જેમાં એક કપિલાબેન તડવી છે. 57 વર્ષની ઉંમર ધરાવતા કપિલાબેન મજૂરી કામ કરતા હતા.તેમના જણાવ્યા અનુસાર કામ પર ચક્કર આવતા તે ગરમ તેલમાં દાઝી ગયા હતા અને હાલ પથારીવશ છે. મોટો છોકરો અસ્થિર મગજનો છે અને નાના છોકરાનું અઠવાડિયા પહેલા જ મૃત્યુ થયું છે. જેનાથી તેઓ પર આભ તૂટી પડ્યું છે. હવે ઘર કેવી રીતે ચલાવવું તેની ચિંતામાં તેઓ દિવસ રાત કાઢી રહ્યા છે. પાડોશીઓ અને હાલમાં દીકરી તેઓને મદદ કરી રહી છે. પણ તે ક્યાં સુધી કરશે?

નજીકમાં રહેતા લક્ષ્મીબેન સિકલીગર પણ એકલવાયું જીવન વિતાવે છે. તેમની વેદના હતી કે તેમના પતિ અને ત્રણ જવાન પુત્રોને ગુમાવ્યા બાદ તેઓ ઘરકામ કરી પેટ ભરતા હતા. લોકડાઉનમાં કામે જવાતું નથી અને તેના લીધે નાણાં કે અનાજ નથી. પાડોશીઓ મદદ કરે છે એનાથી ઘર ચાલે છે.. તો દીકરીના પુત્ર સાથે રહેતા મધુબેન રાજપૂત પણ વર્ષોથી ઝંડા ચોકમાં રહે છે. પહેલા તેઓ ખંડેરાવ માર્કેટ ખાતે શાકભાજીના થેલા ઉચકતા હતા. પરંતુ પુત્રના અવસાન બાદ તેમની સ્થિતિુ કથળી છે. કોઈ આધાર નથી અને તેઓ એકલા ના પડે એટલે દીકરીના બાળકને સાથે રાખે છે. અનાજ તો ઠીક પણ બે સમયનું ખાવાનું પણ નસીબ થતું નથી.

જ્યારે તેઓ દિવ્યભાસ્કર સામેં તેમની વેદના જણાવી રહ્યા હતા ત્યારે મદદ ઝંખતી ત્રણેય વિધવા વૃદ્ધ મહિલાઓની આંખો ચોધાર આસુંથી છલકાઈ ગઈ હતી.

નિઃસહાય માતાની વેદના, “હું દાઝી ગઈ છું, મારો એક છોકરો અસ્થિર છે અને બીજા છોકરો અઠવાડિયા પહેલાં મૃત્યુ પામ્યો છે, કઈ રીતે ગુજરાન ચલાવું?”

કપિલાબેન તડવી

લક્ષ્મીબેન સિકલીગર

મધુબેન રાજપૂત
અન્ય સમાચારો પણ છે...