પાલિકામાં 100% કર્મીઓની હાજરી માટે દુરાગ્રહ કેમ?

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજયની તમામ પાલિકામાં કોરોનાની સ્થિતિમાં 50 ટકા કર્મચારીઓને હાજર રાખવાના સરકારી પરિપત્ર અમલમાં મૂકાયો ત્યારે પાલિકાએ 100 ટકા કર્મચારીને હાજર કરવાનો નવો ફતવો જારી કરીને સોમવારથી તેનો કડકાઇથી અમલ કરવાની સૂચના આપતા વિવાદનો મધપૂડો છંછેડાયો છે.

ં કોરોનાને પગલે શહેરીજનો લોકડાઉનમાં છે. સરકારી કચેરીઓમાં નાગરિકો ના આવે તે માટે આવશ્યક અને ઇમરજન્સી સિવાયના તમામ ખાતા બંધ કરાયા છે અને માત્ર ખાતાધિકારીઓ કચેરીમાં સંકલન માટે આવે તેવુ નક્કી કરાયું હતું. રાજય સરકારે આરોગ્ય,ફાયરબ્રિગેડ સિવાયના વિભાગોના 50 ટકા કર્મચારીઓને રોટેશન મુજબ બોલાવવા તેવી સૂચના આપી તેના માટેનો પરિપત્ર પણ જારી કર્યો હતો. જેનું પાલન, વડોદરા સહિતના તમામ શહેરોની પાલિકાએ કર્યુ હતુ.પરંતુ, વડોદરા પાલિકાએ ફરીથી તેમાં સુધારો કરીને 100 ટકા કર્મીઓને હાજર રાખવાનુ ફરમાન કરતો પરિપત્ર જારી કર્યો છે. હાલમાં કોઇ નાગરિકો 14 એપ્રિલ સુધી તો પાલિકાની કચેરીમાં કે અન્ય કોઇ સરકારી કચેરીમાં કોઇપણ કામ માટે જઇ શકવાના નથી ત્યારે 100 ટકા કર્મચારીઓને પાલિકામાં હાજર કરાવીને ભીડ કરવા પાછળનું ગણિત શું તેવો સવાલ ઉભો થયો છે.સોમવારથી જો તેનો અમલ થાય તો તેની અસર પડી શકે છે.

ભીડ કરવા પાછળનું ગણિત શું તેવો સવાલ ઊભો થયો

અન્ય પાલિકાઓમાં 50 ટકાના પરિપત્રનો અમલ

અન્ય સમાચારો પણ છે...