તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડ્રોમાં પૈસા કેમ ભરતા નથી, કહી યુવકને લાફા માર્યા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

શહેરના જેતલપુર બ્રીજ નીચે રહેતા યુવકને બે શખ્સોએ સમયસર ડ્રોના પૈસા કેમ ભરતો નથી તેમ જણાવી ઝઘડો કરીને લાફા માર્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી

વિક્રમ નેમીચંદ વસેટાએ પોલીસમાં મેહુલ મોહન ભરવાડ અને તેજસ છગન ભરવાડ સામે ફરિયાદ નોંધાવી હતી કે તેના મિત્ર મેહુલે તેને બધા મિત્રો ભેગા મળી પૈસા ભેગા કરી ડ્રો સીસ્ટમ રાખીએ છે તેમ કહેતા તેનો ભાઇ વિક્કી ડ્રોમાં જોડાયો હતો. અને દર મહિને 8 હજાર મેહુલ પાસે જમા કરાવતો હતો. ડ્રોમાં વિક્કીનું નામ આવતાં તેને 80 હજાર મળ્યા હતા. જો કે ત્યારબાદ તકલીફ આવતાં ત્રણ માસના પૈસા તે ભરી શકયો ન હતો. ત્યારબાદ સાંજે મેહુલ અને તેજસ તેના ભાઇને મળવા આવતાં તે ના હોવાથી વિક્રમને ડ્રોના પૈસા કેમ સમયસર ભરતા નથી તેમ જણાવી ઝઘડો કરી તેને લાફા મારી દીધા હતા. ત્યારબાદ તેને અકોટા રામપુરા ખાતે લઇ જઇ પણ પૈસા ભરવાના મુદ્દે ઝઘડો કરી લાફા માર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો