તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જ્યાં પોઝિટિવ કેસ મળ્યાં ત્યાં બફર ઝોન ઊભાં કરાશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદમાં 22, રાજકોટ-વડોદરા અને ગાંધીનગરમાં 9-9 તથા સૂરતમાં આઠ કેસ કોરોના વાઇરસ પોઝિટીવ નોંધાયા હોવાથી હવે સરકાર આ તમામ નગરોને ક્લસ્ટર તરીકે જાહેર કર્યાં છે. આ તમામ નગરો હાલ કોરોનાના કેસમાં હોટસ્પોટ બન્યાં છે અને તેથી અહીં તમામ સ્થિતિ પર નિયંત્રણો વધશે.

આ વિસ્તારોમાં હાલ પોઝિટીવ નોંધાયેલાં દર્દીઓ અન્ય કેટલાંય લોકો સાથે સંપર્કમાં હોય અને તેમનો ચેપ પ્રસર્યો હોય તેવા સંજોગોને જોતાં સરકારે આવાં વિસ્તાર અને તેની આસપાસનો ત્રણ કિલોમીટરની ત્રિજયાનો વિસ્તાર ક્લસ્ટર ઝોન તરીકે જાહેર કરવાનું નક્કી કર્યું છે.

આરોગ્ય સચિવ જયંતિ રવિએ જણાવ્યું કે હાલના પોઝિટીવ કેસ જેના સંપર્કમાં આવ્યાં હોય તેવાં પ્રાથમિક અને ગૌણ સંપર્ક ધરાવતાં કુલ 800 લોકોનું મેપિંગ કરાયું છે. આ 800 લોકો જે વિસ્તારમાં રહેતાં હોય તે વિસ્તારોને ક્લસ્ટર તરીકે ઓળખાવામાં આવ્યાં છે. જ્યાં કડક નિયંત્રણો લાગુ કરાશે.

અમદાવાદ, સુરત, રાજકોટ, ગાંધીનગર, વડોદરામાં વધુ કેસ આવતાં નિયંત્રણો વધશે

અન્ય સમાચારો પણ છે...